Microsoft: વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓમાંની એક માઇક્રોસોફ્ટે તેના કર્મચારીઓને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. ટેક જાયન્ટ માઇક્રોસોફ્ટે જાહેરાત કરી છે કે તે આ વર્ષે તેના કર્મચારીઓના પગારમાં વધારો નહીં કરે. સાથે જ કંપનીમાં કામ કરતા કર્મચારીઓના બોનસમાં પણ કાપ મુકવામાં આવશે. કંપનીએ સ્ટોક અને એવોર્ડ માટેના બજેટમાં પણ ઘટાડો કર્યો છે. આ માહિતી Microsoftના સીઈઓ સત્ય નડેલાના ઈમેલથી મળી છે. પરંતુ કંપનીએ બોનસ, સ્ટોક એવોર્ડ અને પ્રમોશન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. જો કે હાલમાં માઇક્રોસોફ્ટ દ્વારા આ અંગે કોઇ નિવેદન જારી કરવામાં આવ્યું નથી. તે જ સમયે, આ વર્ષે જાન્યુઆરી મહિનામાં, માઇક્રોસોફ્ટમાં મોટી છટણી કરવામાં આવી હતી. આ સિવાય Microsoft આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પર પણ પોતાનું ફોકસ વધારી રહ્યું છે.



