આ ઘટના બાંગ્લાદેશની વચગાળાની સરકાર માટે એક મોટો પરાજય છે, જે વૈશ્વિક સ્તરે પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી હતી. યૂનુસની ફ્રાન્સ યાત્રા રદ થવાથી તેમની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાને પણ નુકસાન થયું છે.
મોહમ્મદ યૂનુસ બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત થયા બાદથી ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપતા રહ્યા છે.
બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યૂનુસની આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થન મેળવવાની યોજનાઓને મોટો ઝટકો લાગ્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંએ યૂનુસ સાથે દ્વિપક્ષીય બેઠક કરવાનો ઇનકાર કરતાં તેમણે આગામી મહિને ફ્રાન્સના નીસમાં યોજાનારી યુનાઇટેડ નેશન્સ ઓશન કોન્ફરન્સમાં ભાગ લેવાની યોજના રદ કરી દીધી છે. આ ઘટનાને બાંગ્લાદેશની વચગાળાની સરકારની વૈશ્વિક પહોંચ માળે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.
શું હતી યૂનુસની યોજના?
મોહમ્મદ યૂનુસ 9થી 13 જૂન દરમિયાન ફ્રાન્સના નીસમાં યોજાનારી યુનાઇટેડ નેશન્સ ઓશન કોન્ફરન્સમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં સાથે દ્વિપક્ષીય બેઠક યોજવા ઇચ્છતા હતા. યૂનુસનો ઇરાદો ફ્રાન્સ સાથે નાગરિક વિમાનોની ખરીદ-વેચાણની ચર્ચા કરવાનો હતો, સાથે જ અન્ય વેપારી સમજૂતીઓ દ્વારા બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય પહોંચ વધારવાનો હતો. જોકે, ફ્રાન્સે તેમની આ યોજનાઓને પહેલેથી જ ભાંપી લીધી અને બેઠક માટે સમય આપવાનો ઇનકાર કર્યો.
ફ્રાન્સે શા માટે બેઠક રદ કરી?
ઢાકા ટ્રિબ્યૂનના રિપોર્ટ અનુસાર, ફ્રાન્સે બાંગ્લાદેશની દ્વિપક્ષીય બેઠકની માગને નકારી કાઢી હતી. ફ્રાન્સના અધિકારીઓએ જણાવ્યું કે સમ્મેલનમાં ભાગ લેનારા અન્ય ઘણા દેશોએ પહેલેથી જ દ્વિપક્ષીય બેઠકો માટે સમય માંગ્યો છે, અને હવે વધારાની બેઠકો માટે કોઈ સ્લોટ બાકી નથી. ફ્રાન્સે યૂનુસને સમ્મેલનમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું, પરંતુ દ્વિપક્ષીય બેઠકની શક્યતા સ્પષ્ટપણે નકારી દીધી. આ નિર્ણયને ભારતની મજબૂત રાજદ્વારી નીતિની અસર તરીકે જોવામાં આવી રહ્યો છે, કારણ કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોં અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ગાઢ મિત્રતા છે.
ભારત વિરુદ્ધ યૂનુસની પોલીસી
મોહમ્મદ યૂનુસ બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત થયા બાદથી ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપતા રહ્યા છે. તેઓ ખાસ કરીને ભારતના પૂર્વોત્તરના સાત રાજ્યોને લઈને ખોટી બયાનબાજી કરતા રહ્યા છે અને આ વિસ્તારોને ભારતથી અલગ ગણાવવાની સાજિશ રચવાનો આરોપ તેમના પર લાગ્યો છે. આ ઉપરાંત, ચીન અને પાકિસ્તાનના ઉશ્કેરણીથી પ્રેરાઈને તેઓ ભારત વિરુદ્ધ ઝેર ઓકતા રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મંચો પર સમર્થન મેળવવા માટે તેઓ વિદેશી દૌરા કરી રહ્યા છે, પરંતુ ભારતની રાજદ્વારી ચાલો સામે તેમની યોજનાઓ નિષ્ફળ થઈ રહી છે.
બાંગ્લાદેશની નાપાક યોજના નિષ્ફળ
એક રિપોર્ટ મુજબ, યૂનુસે ફ્રાન્સ સાથે દ્વિપક્ષીય બેઠકની તૈયારી કરી લીધી હતી અને તેઓ આ મુલાકાત દરમિયાન ફ્રાન્સ પાસેથી નાગરિક વિમાનો ખરીદવાની ચર્ચા કરવા ઇચ્છતા હતા. જોકે, ફ્રાન્સે આ પ્રસ્તાવમાં કોઈ રસ દાખવ્યો નહીં. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોં યૂનુસના ઇરાદાઓથી વાકેફ હતા અને તેઓ માત્ર ઔપચારિક બેઠક યોજવા ઇચ્છતા ન હતા. આ ઘટનાએ યૂનુસની વૈશ્વિક મંચ પર પ્રભાવ જમાવવાની યોજનાઓને મોટો ફટકો આપ્યો છે.
ભારતની રાજદ્વારી જીત
આ ઘટનાક્રમ ભારતની મજબૂત રાજદ્વારી નીતિની જીત તરીકે જોવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોં વચ્ચેની મિત્રતા આ નિર્ણયમાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. યૂનુસની ભારત વિરોધી નીતિઓ અને વિદેશી સમર્થન મેળવવાની ચાલો સામે ભારતની કૂટનીતિએ તેમની યોજનાઓને નાકામ કરી દીધી છે.