Pakistan Train Hijack: પાકિસ્તાનની ટ્રેન હાઇજેક કરી પછી યાત્રીઓને BLAએ કર્યા મુક્ત, જાણો શું હતો તેમનો હેતુ?
Pakistan Train Hijack: બલૂચિસ્તાનમાં ઝફર એક્સપ્રેસને બલોચ લિબ્રેશન આર્મીએ હાઇજેક કરી. 15 કલાક પછી પાકિસ્તાની સેનાએ 104 યાત્રીઓને મુક્ત કરાવ્યાનો દાવો કર્યો. પરંતુ યાત્રીઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
Pakistan Train Hijack: મંગળવારે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ઝફર એક્સપ્રેસને હાઇજેક કરી હતી.
Pakistan Train Hijack: મંગળવારે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ઝફર એક્સપ્રેસને હાઇજેક કરી હતી. BLA એટલે કે બલોચ લિબરેશન આર્મીએ કલાકો સુધી ટ્રેનને હાઇજેક કરી રાખી. પાકિસ્તાનની આર્મી બલૂચ વિદ્રોહીઓના કબ્જામાંથી ટ્રેન છોડાવવામાં અસફળ રહી. સફળતાનો ઢંઢેરો પીટવા કંઇક અલગ સ્ટોરી પાકિસ્તાની સરકાર બનાવી રહી છે. પાકિસ્તાનની સેનાએ દાવો કર્યો છે કે તેના 100થી વધુ યાત્રીઓને વિદ્રોહીઓના કબ્જામાંથી છોડાવી લીધા છે. જોકે, તેનો આ દાવો થોડા જ સમયમાં ખોટો સાબિત થયો. યાત્રીઓએ બહાર આવીને સેનાના દવાઓની પોલ ખોલી હતી. હાઇજેક થેયલી ટ્રેનમાંથી સુરક્ષિત નીકળેલા યાત્રીઓએ દાવો કર્યો છે કે, તેમને બંદૂકધારી વિદ્રોહીઓએ પોતે છોડ્યા છે. હવે સવાલ થાય કે ટ્રેન હાઇજેક કર્યા બાદ પણ BLA યાત્રીઓને મારવાને બદલે તેમને મુક્ત કેમ કરી રહ્યા છે? તેઓ કરવા શું માંગે છે? તેઓ ઇચ્છતા તો લોકોને મારી શકતા હતા પરંતુ તેમણે આવું કેમ ન કર્યું?
કેવી રીતે ટ્રેન હાઇજેક કરી
ઘટના મંગળવાર બપોરની છે. ઝફર એક્સપ્રેસ ક્વેટાથી પેશાવર જઈ રહી હતી. તેમાં લગભગ 400 યાત્રીઓ સવાર હતા. જ્યારે ટ્રેન ગુડાલાર અને પીકુ કુનરીના પહાડી વિસ્તારમાં એક ટનલ સુધી પહોંચી ત્યારે એક મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ બલૂચ વિદ્રોહીઓએ કર્યો હતો. તેમનો ઉદ્દેશ્ય ટ્રેન રોકીને તેને હાઇજેક કરવાનો હતો. આતંકીઓએ ટ્રેન કબ્જે કર્યા બાદ વિસ્તારમાં ગોળીબાર અને વિસ્ફોટોના અવાજ આવવા લાગ્યા. જેને લઈને પાકિસ્તાન સરકાર ફફડી ઉઠી. તેમજ પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્વમાં હડકંપ મચી ગયો. આ ટ્રેન હાઇજેકની જવાબદારી BLA એટલે કે બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ લીધી હતી.
આ ઘટનાને કલાકો વિત્યા છતા હજુ પાક સેના અને સરકારને સફળતા હાથ લાગી નથી. પાક સેના અને બલોચ વિદ્રોહીઓ વચ્ચે સતત ફાયરિંગ ચાલી રહ્યું છે. પાકિસ્તાની સુરક્ષા બળોનો દાવો છે કે, તેમણે અત્યાર સુધીમાં BLAના 16 વિદ્રોહીઓને ઠાર કર્યા છે. તેમજ બલૂચ વિદ્રોહીઓનો દાવો છે કે, તેમણે 30થી વધુ પાકિસ્તાની સૈનિકોને માર્યા છે. પાક. સેનાએ દાવો કર્યો કે, તેણે હાઇજેક થયેલો ઝફર એક્સપ્રેસ ટ્રેનથી 104 યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢી લીધા છે. જોકે, મુક્ત થયેલા યાત્રીઓએ જ પાકિસ્તાનની પોલ ખોલી દીધી છે. તેમજ પાકિસ્તાની મીડિયાએ પણ દાવો કર્યો કે BLAએ જાતે જ 100 યાત્રીઓને મુક્ત કર્યા છે.
BLA પ્રવાસીઓને કરી રહ્યું છે મુક્ત
હાઇજેક થયેલી ટ્રેનના યાત્રીઓએ મુક્ત થયા બાદ કહ્યું કે, તેઓને બલૂચ લિબરેશન આર્મીએ મુક્ત કર્યા છે. જફર એક્સપ્રેસના એક બુઝુર્ગ બલૂચ યાત્રી (જેઓને બલૂચ લિબરેશન આર્મીએ મુક્ત કર્યા હતા)એ જણાવ્યું કે, બધા જ બલૂચ યાત્રીઓને હથિયારબંધ લોકોએ મુક્ત કરી દીધા છે. બુઝુર્ગ અનુસાર, બલૂચ વિદ્રોહીઓએ કહ્યું કે તેમને યાત્રીઓથી કોઈ ફરિયાદ નથી. હજી પણ ઘણા લોકો તેમના કબ્જામાં છે. દાવો કરવામાં આવ્યો છે કે, BLAએ લગભગ 100 લોકોને છોડ્યા છે. જેમાં મોટાભાગે મહિલાઓ, બુઝુર્ગ અને બાળકોનો સમાવેશ થાય છે. હવે સવાલ થાય કે BLA આ લકોને મારી શકતું હતું અને તેઓ આવું કરીને પાકિસ્તાનમાં પોતાની તાકાતનો અનુભવ કરાવી શકતું હતું, પરંતુ તેઓ આવું કેમ નથી કરી રહ્યા. તેમનો હેતુ શું છે?
BLA શું ઈચ્છે છે?
BLA એટલે કે બલૂચ લિબરેશન આર્મીનો હેતુ છે પાકિસ્તાની સરકારને સંદેશ આપવાનો, એ પણ પોતાની આઝાદીનો. બલૂચો સંદેશ આપવા માંગે છે કે અમે હિંસક નથી અને હિંસા નથી ઇચ્છતા. અમે માત્ર પોતાની આઝાદી ઇચ્છીએ છીએ. અમારા બલૂચિસ્તાનનું શોષણ બંધ થાય. અમને પોતાનો ભાગ મળે. હાલ તો BLAએ પાકિસ્તાન સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જો તેમનો તાત્કાલિક ઉદ્દેશ્ય જોઈએ તો તેઓ બંધકોની મુક્તિના બદલે બલૂચ રાજનૈતિક બંધકો અને જબરદસ્તી ગાયબ કરવામાં આવેલા લોકોને તાત્કાલિક અને કોઈપણ શરત વિના મુક્ત કરવાની માંગ કરી રહ્યા છે. જોકે, BLAનો વ્યાપક હેતુ બલૂચિસ્તાનની આઝાદી છે. આ જ કારણ છે કે BLA સામાન્ય જનતાને નુક્શાન નથી પહોંચાડવા માંગતું. તેમનું કહેવું છે કે તેમની લડાઈ સરકાર અને સેના સાથે છે.