પાકિસ્તાનની પાણીની કટોકટી પર ગીદડભભકી, તાજિકિસ્તાનમાં શહબાઝ શરીફે ગાઝા સાથે કરી સિંધુ જળ સંધિની તુલના | Moneycontrol Gujarati
Get App

પાકિસ્તાનની પાણીની કટોકટી પર ગીદડભભકી, તાજિકિસ્તાનમાં શહબાઝ શરીફે ગાઝા સાથે કરી સિંધુ જળ સંધિની તુલના

પાકિસ્તાનના આ નિવેદનથી ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ વધુ ગાઢ થઈ શકે છે. શહબાઝ શરીફના આક્ષેપો અને ચેતવણીઓ ભારતના નિર્ણયને બદલી શકે તેવી શક્યતા ઓછી છે, કારણ કે ભારતે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. આ મુદ્દો આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ ચર્ચામાં આવે તેવી શક્યતા છે.

અપડેટેડ 05:07:49 PM May 30, 2025 પર
Story continues below Advertisement
સિંધુ જળ સંધિ વર્ષ 1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વ બેંકની મધ્યસ્થીમાં થઈ હતી.

ભારતે સિંધુ જળ સંધિ (Indus Water Treaty) સ્થગિત કરવાના નિર્ણયથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. તાજિકિસ્તાનમાં યોજાયેલા એક આંતરરાષ્ટ્રીય સંમેલન દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે આ મુદ્દે ભારત પર આકરા પ્રહાર કર્યા. તેમણે સિંધુ નદીના પાણીના પ્રવાહને રોકવાની ભારતની કાર્યવાહીની તુલના ગાઝા (Gaza)ના જળ સંકટ સાથે કરી, જેને તેમણે "ભયાનક" ગણાવ્યું. આ સાથે તેમણે ભારતને "રેડ લાઇન" ન પાર કરવાની ચેતવણી પણ આપી, જેને રાજકીય વર્તુળોમાં ગીદડભભકી તરીકે જોવામાં આવી રહી છે.

પાકિસ્તાનની ગુહાર અને આક્ષેપો

શહબાઝ શરીફે તાજિકિસ્તાનમાં વિશ્વ નેતાઓ સમક્ષ પોતાના દેશની પાણીની સમસ્યાને ઉજાગર કરતાં કહ્યું, "ભારત સિંધુ જળ સંધિ હેઠળ મળતા પાણીને રોકીને અથવા તેના પ્રવાહને નિયંત્રિત કરીને તેનો ઉપયોગ શસ્ત્ર (weapon) તરીકે કરી રહ્યું છે. આ ગંભીર મુદ્દો છે, અને પાકિસ્તાન આને કોઈ પણ સંજોગોમાં સહન નહીં કરે." તેમણે વધુમાં ઉમેર્યું કે પાકિસ્તાન આ સંધિના ઉલ્લંઘન અંગે કોઈ સમાધાન નહીં કરે.


بھارت کا سندھ طاس معاہدے کو یکطرفہ اور غیر قانونی طور پر معطل کرنا انتہائی افسوسناک ہے۔ لاکھوں انسانوں کی زندگیاں سیاسی مفادات کی نظر نہیں کی جا سکتیں، پاکستان اس اقدام کو کسی صورت قبول نہیں کرے گا۔

~ وزیرِاعظم محمد شہباز شریف #PMShehbazInTajikistan

MoneyControl News

MoneyControl News

First Published: May 30, 2025 5:07 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.