PM Modi Trump meeting: અમેરિકા અને ભારત વચ્ચે ચાલુ વેપાર વિવાદના વાતાવરણમાં એક નવું આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને મલેશિયામાં યોજાશે તે 47મી ASEAN શિખર સંમેલનમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મળી શકે છે. આ બેઠક ટેરિફ જેવા મુદ્દાઓને લઈને તણાવગ્રસ્ત વેપાર સંબંધોને નવી તાકાત આપવાની તક બની શકે છે.