Israel Hamas War Latest News: હમાસે બંધક બનેલા ઈઝરાયલી સૈનિકોને મુક્ત કરવાના બદલામાં રાખી આ શરત, યુદ્ધવિરામ લંબાવવા માટે ચાલી રહી છે વાતચીત | Moneycontrol Gujarati
Get App

Israel Hamas War Latest News: હમાસે બંધક બનેલા ઈઝરાયલી સૈનિકોને મુક્ત કરવાના બદલામાં રાખી આ શરત, યુદ્ધવિરામ લંબાવવા માટે ચાલી રહી છે વાતચીત

Israel Hamas War Latest News: હમાસે કહ્યું છે કે તે બંધક બનેલા તમામ ઈઝરાયેલ સૈનિકોને મુક્ત કરવા માટે તૈયાર છે. આ માટે ઈઝરાયેલે તમામ પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કરવા પડશે.

અપડેટેડ 11:35:01 AM Nov 30, 2023 પર
Story continues below Advertisement
Israel Hamas War Latest News: હમાસે 240થી વધુ લોકોને બંધક બનાવ્યા હતા

Israel Hamas War Latest News: ગાઝામાં યુદ્ધવિરામને લંબાવવા માટે પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ અને ઈઝરાયેલ વચ્ચે વાતચીત ચાલી રહી છે. અગાઉ કતાર દ્વારા મધ્યસ્થી કરાયેલા ચાર દિવસીય યુદ્ધવિરામ કરાર મુજબ હમાસે 60 ઇઝરાયેલી બંધકોને મુક્ત કર્યા છે. જેમાં મહિલાઓ અને બાળકો પણ છે. બીજી તરફ ઈઝરાયેલે પોતાની જેલમાં બંધ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા છે.

7 ઓક્ટોબરે હુમલા દરમિયાન હમાસે મોટી સંખ્યામાં ઈઝરાયેલ સૈનિકોનું પણ અપહરણ કર્યું હતું. તેઓને મુક્ત કરવામાં આવ્યા નથી. હમાસે કહ્યું છે કે તે ઇઝરાયલી સૈનિકોને છોડવા માટે તૈયાર છે, પરંતુ શરત એ છે કે ઇઝરાયલે તમામ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવા પડશે.

હમાસના અધિકારી અને ગાઝાના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી બસેમ નઈમે કહ્યું કે હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામની વાતચીત ચાલી રહી છે. દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં મીડિયા સાથે વાત કરતી વખતે નઈમે કહ્યું કે, "અમે અમારા તમામ (ઈઝરાયેલ) સૈનિકોને અમારા તમામ કેદીઓ (ઈઝરાયેલની જેલમાં રહેલા પેલેસ્ટિનિયનો)ના બદલામાં મુક્ત કરવા તૈયાર છીએ.


હમાસે 240થી વધુ લોકોને બંધક બનાવ્યા હતા

વાસ્તવમાં, હમાસે ઈઝરાયેલ પર 7 ઓક્ટોબરે હુમલો કર્યો હતો. આ હુમલામાં 1200 લોકોના મોત થયા હતા. હમાસે 240થી વધુ લોકોને બંધક બનાવ્યા હતા. આ હુમલાના જવાબમાં ઈઝરાયેલે યુદ્ધની જાહેરાત કરી હતી. હમાસે માહિતી આપી છે કે ગાઝા પર ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં લગભગ 15,000 લોકો માર્યા ગયા હતા.

હમાસે 60 ઈઝરાયેલ કેદીઓને મુક્ત કર્યા છે. તેના બદલામાં ઈઝરાયેલે 180 પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કર્યા છે. હમાસે ઈઝરાયેલના સૈનિકોને પણ બંધક બનાવ્યા છે. તે તેનો ઉપયોગ મોટા સોદા કરવા માટે કરી રહ્યો છે. 2011 માં, ઇઝરાયેલી સૈનિક ગિલાડ શાલિત માટે એક હજારથી વધુ પેલેસ્ટિનિયનોની અદલાબદલી કરવામાં આવી હતી. શાતિલને 5 વર્ષ પહેલા હમાસ દ્વારા કેદ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - Anju return india from pakistan: પાકિસ્તાનથી ભારત પરત ફરી ‘અંજુ ઉર્ફે ફાતિમા', ગુપ્તચર એજન્સીઓએ કરી પૂછપરછ, જાણો પાછા ફરતાની સાથે જ શું કહ્યું?

સાત હજારથી વધુ પેલેસ્ટાઈન ઈઝરાયેલની જેલમાં કેદ છે. ઑક્ટોબરમાં, હમાસે ઇઝરાયેલને તમામ બંધકોની મુક્તિના બદલામાં તમામ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવા પણ કહ્યું હતું.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 30, 2023 11:35 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.