UNના એક અહેવાલમાં જણાવાયું છે કે 2024ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારત અને ચીન વચ્ચે સરેરાશ કરતાં વધુ સારો વેપાર વિસ્તરણ જોવા મળ્યો છે. રિપોર્ટમાં આગામી ક્વોર્ટલી પિરિયડમાં ગ્લોબલ લેવલે 'આર્થિક મંદીની શક્યતા' અંગે પણ ચેતવણી આપવામાં આવી છે. માર્ચની શરૂઆત સુધીના ડેટાને આવરી લેતા યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD) દ્વારા તાજેતરના ગ્લોબલ વેપાર અપડેટમાં જણાવાયું છે કે ગ્લોબલ વેપાર 2024માં લગભગ $1,200 બિલિયન અથવા 9 ટકા વધીને $33,000 બિલિયન સુધી પહોંચશે. "વિકાસશીલ દેશો, ખાસ કરીને ચીન અને ભારતે, સરેરાશ કરતાં વધુ સારો વેપાર વિસ્તરણ અનુભવ્યો, જ્યારે ઘણા વિકસિત દેશોમાં વેપારમાં ઘટાડો થયો," અહેવાલમાં જણાવાયું છે.