Gujarat weather forecast: આ વખતે ઉનાળો કાળઝાળ રહેવાનો છે તે નક્કી થઈ ગયું છે. કારણ કે જે ફેબ્રુઆરીમાં સામાન્ય ઠંડી રહેતી હોય છે ત્યાં જોરદાર ગરમીનો અહેસાસ ગુજરાતના લોકોએ કરવો પડ્યો. આ ગરમી આ વખતે રેકોર્ડ તોડો તો નવાઈ નહીં, ગરમીમાં રોગચાળો પણ માથુ ઉંચકશે અને તેની શરૂઆત થઈ ગઈ છે. જો કે આ બધા વચ્ચે તો એક રાહતના સમાચાર પણ આવ્યા છે.
જે ફેબ્રુઆરીમાં સામન્ય ઠંડી રહેતી હોય છે અને માર્ચમાં પણ થોડો થોડો ઠંડીનો અહેસાસ થતો હોય છે ત્યાં આકરો તાપ પડવા લાગ્યો છે. શહેરમાં જ્યૂસ, લીંબુ પાણી અને આઈસ્ક્રીમની લારીઓ લાગી ગઈ છે. આ લારીઓ શહેરીજનોની ભીડ પણ જામવા લાગી છે, આતો હજુ શરૂઆત છે. ખરી ગરમી તો હવે પડવાની છેઅને આ ગરમી એવી આકરી હશે કે તે જૂના તમામ રેકોર્ડ તોડી નાંખે તેવી સંભાવના છે. દિવસે બહાર નીકળવું મુશ્કેલ થઈ જશે. આકાશમાંથી અગનગોળા વરસતાં હોય તેવો અહેસાસ થશે.
ગુજરાતમાં ગરમી ત્રાડ પાડવાની છે. એવી ગરમી પડે તેવી શક્યતા છે કે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ જશે અને તેની શરૂઆત પણ અત્યારથી જ થવા લાગી છે. હાલ અમદાવાદની સોલા સિવિલમાં દર્દીઓની સંખ્યા વધવા લાગી છે. એક જ સપ્તાહમાં 13 હજાર 130 OPD નોંધાઈ, ગત સપ્તાહમાં 12 હજાર 884 કેસ નોંધાયા હતા. 4 હજાર 246 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા. મેલેરિયાના 3, ડેન્ગ્યુનો 1 અને ઝાડા ઉલ્ટીના 27 કેસ નોંધાયા છે. તો ગરમીના કારણે પાણીજન્ય રોગ વધવાની પણ શક્યતાઓ છે. વૃદ્ધો અને બાળકોમાં ઈમ્યુનો પીડિત વ્યક્તિને અસર વધુ થવાની શક્યતા.
ડૉક્ટર્સ હાલ વધારે પાણી પીવાની અને સુતરાઈ કપડા પહેરવાની સલાહ આપી રહ્યા છે. પણ આતો હજુ શરૂઆત જ છે. ખરી ગરમી તો માર્ચમાં જોવા મળવાની છે. માર્ચ જેમ જેમ આગળ વધતો જશે તેમ તેમ ગરમીનો પારો ઉચકાતો જશે અને આ ગરમીમાં ગુજરાતીઓએ શેકાવું પડશે. પરંતુ રાહતની વાત એ છે કે આગામી એક દિવસ ગરમીથી થોડી રાહત મળવાની આગાહી હવામાન વિભાગે કરી છે. તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી છે.