સુપ્રીમ કોર્ટે નફરત ફેલાવતા ભાષણ પર કેન્દ્ર અને રાજ્ય સરકારોને કડક સૂચનાઓ આપી છે. કોર્ટે કહ્યું છે કે નફરત ફેલાવતા ભાષણોને ગંભીરતાથી લેવા જોઈએ અને તેને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું કે ફરિયાદ દાખલ થાય તેની રાહ જોયા વિના, પોલીસે સ્વતઃ સંજ્ઞાન લેવું જોઈએ અને FIR નોંધવી જોઈએ અને ગુનેગારો સામે કાર્યવાહી કરવી જોઈએ. કોર્ટે કહ્યું કે નફરત ફેલાવતા ભાષણોને સહન કરવામાં આવશે નહીં અને તે એક "મોટો ખતરો" બની રહ્યો છે જેને વધતા અટકાવવા પડશે.



