India-EU trade deal: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વર્ષોથી ચાલી રહેલી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ની ચર્ચા હવે તેના અંતિમ તબક્કામાં છે. 27 જાન્યુઆરીએ યોજાનારી ઈન્ડિયા-EU સમિટમાં આ ઐતિહાસિક ડીલની જાહેરાત થઈ શકે છે, જેને યુરોપિયન નેતાઓએ 'મધર ઓફ ઓલ ડીલ્સ' ગણાવી છે. અમેરિકાએ જ્યારે ભારત પર ટેરિફ વધાર્યા છે, ત્યારે યુરોપ સાથેની આ ડીલ ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
સસ્તી લક્ઝરી કાર - ગ્રાહકો માટે ખુશખબર
આ ડીલનો સૌથી મોટો ફાયદો ભારતીય ગ્રાહકોને મળી શકે છે. પ્રસ્તાવ મુજબ, ભારત યુરોપિયન કાર પરની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં મોટો ઘટાડો કરશે. હાલમાં યુરોપથી આવતી કાર પર 70 થી 110 ટકા ટેક્સ લાગે છે, જે ઘટીને 40 ટકા અને ભવિષ્યમાં 10 ટકા સુધી થઈ શકે છે. એટલે કે મર્સિડીઝ, BMW અને ફોક્સવેગન જેવી લક્ઝરી કાર ભારતમાં સસ્તી થઈ શકે છે. જોકે, શરૂઆતના 5 વર્ષ સુધી ઈલેક્ટ્રિક વાહનોને આ ડીલથી બહાર રાખવામાં આવ્યા છે જેથી સ્થાનિક ઉદ્યોગોને નુકસાન ન થાય.
જો 27મી તારીખે આ ડીલ પર મહોર વાગી જશે, તો ભારત અને યુરોપના વ્યાપારી સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થશે.