Tomato Price: સામાન્ય જનતા હજુ પણ ટામેટાના ભાવથી પરેશાન છે. કેન્દ્ર સરકારે ટામેટાના રાહત દર 90 રૂપિયાથી ઘટાડીને 80 રૂપિયા પ્રતિ કિલો કરી લોકોને રાહત આપી છે. સરકારના આ નિર્ણયની અસર દિલ્હી-NCR સહિત અન્ય વિસ્તારોમાં ઝડપથી જોવા મળી હતી. સરકારના નિર્દેશો મુજબ હવે દિલ્હી-એનસીઆરમાં મોબાઈલ વાન દ્વારા ઓછા ભાવે ટામેટાંનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મોબાઈલ વાન શરૂ
ટામેટાં 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટામેટાં 120 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખરીદવામાં આવે છે અને લોકોને 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવે છે. શુક્રવારે વિતરણ શરૂ થયું અને 1 લાખ ક્વિન્ટલ ટામેટાંનું વેચાણ થઈ ચૂક્યું છે. ભારે વરસાદને કારણે ટામેટા, કોબીજ અને અન્ય શાકભાજીને ઘણું નુકસાન થયું છે, જેના કારણે બજારોમાં તેની સપ્લાય 70 ટકા ઘટી ગઈ છે. જેના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ટામેટાના ભાવ 150-200 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે.
ટામેટાના ભાવ ટૂંક સમયમાં નીચે આવશે
જાણકારોનું માનવું છે કે જ્યારે નવા ટામેટાં બજારમાં આવશે ત્યારે વધતા ભાવમાંથી રાહત મળશે. આ ઉપરાંત હવામાન સામાન્ય થતાં ટામેટાના ભાવમાં ઘટાડો થવાની ધારણા છે. ગયા શુક્રવારે, દિલ્હી-એનસીઆરમાં ડિસ્કાઉન્ટ ભાવે ટામેટાંનું વેચાણ શરૂ થયું. અગાઉ ટામેટાંનો છૂટક ભાવ રૂ. 220 પ્રતિ કિલો હતો, પરંતુ સરકારી દુકાનો હવે ભાવને અંકુશમાં લેવા માટે રૂ. 90 પ્રતિ કિલોના ભાવે વેચી રહી છે. સરકારે રાજ્યોને નાફેડ અને એનસીસીએફ જેવી કૃષિ માર્કેટિંગ સંસ્થાઓ દ્વારા ઓછા દરે ટામેટાંની ખરીદી અને વેચાણ કરવાનો નિર્દેશ આપ્યો છે. દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ ટામેટાં ઓછા ભાવે મળે છે.