અમેરિકા-ચીન ટ્રેડ ડીલ ફાઈનલ: ચીની વસ્તુઓ પર 55% ટેરિફ, ટ્રમ્પનું મોટું એલાન | Moneycontrol Gujarati
Get App

અમેરિકા-ચીન ટ્રેડ ડીલ ફાઈનલ: ચીની વસ્તુઓ પર 55% ટેરિફ, ટ્રમ્પનું મોટું એલાન

લંડનમાં બેઠક બાદ ઐતિહાસિક સમજૂતી, ચીન અમેરિકાને રેર અર્થ મિનરલ્સ સપ્લાય કરશે.

અપડેટેડ 12:22:18 PM Jun 12, 2025 પર
Story continues below Advertisement
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું, “રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને હું અમેરિકી ટ્રેડ માટે ચીનના દરવાજા ખોલવા માટે સાથે મળીને કામ કરીશું.

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરનો નવો અધ્યાય શરૂ થયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીની વસ્તુઓ પર 55% ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, જ્યારે ચીન અમેરિકી પ્રોડક્ટ્સ પર 10% ટેરિફ લગાવશે. આ ડીલ લંડનમાં બંને દેશોના ટોચના આર્થિક અધિકારીઓની બેઠક બાદ ફાઈનલ થઈ છે. આ સમજૂતીથી ચીન અમેરિકાને રેર અર્થ મિનરલ્સનો સપ્લાય કરશે, જ્યારે અમેરિકા ચીની વિદ્યાર્થીઓને પોતાના કોલેજો અને યુનિવર્સિટીઓમાં એડમિશનની મંજૂરી આપશે.

ટ્રમ્પનું ટ્રુથ સોશિયલ પોસ્ટ

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું, “રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને હું અમેરિકી ટ્રેડ માટે ચીનના દરવાજા ખોલવા માટે સાથે મળીને કામ કરીશું. આ બંને દેશો માટે મોટી જીત છે!” ટ્રમ્પે બંને દેશોના સંબંધોને “ઉત્કૃષ્ટ” ગણાવતા કહ્યું કે અમેરિકા ચીનને દરેક વચન પૂરું કરશે, જેમાં ચીની વિદ્યાર્થીઓને અમેરિકન શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશનો સમાવેશ થાય છે.

ટેરિફ ડીલની વિગતો

અમેરિકાનો નિર્ણય: ચીની ઈમ્પોર્ટ પર 55% ટેરિફ લાગુ થશે, જે અગાઉ 145%થી ઘટાડીને 30% કરવાની ચર્ચા હતી.


ચીનનો પ્રતિસાદ: ચીન અમેરિકી વસ્તુઓ પર 125%થી ઘટાડીને 10% ટેરિફ લગાવશે.

રેર અર્થ મિનરલ્સ: ચીન, જે વૈશ્વિક રેર અર્થ મિનરલ્સના 60% ઉત્પાદન અને 90% પ્રોસેસિંગનું નેતૃત્વ કરે છે, અમેરિકાને આ મિનરલ્સનો સપ્લાય કરશે.

આ ડીલ બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતા ટ્રેડ વિવાદને ઓછો કરવાનો પ્રયાસ છે. ગયા મહિને શરૂ થયેલી વાતચીત તાજેતરમાં થંભી ગઈ હતી, પરંતુ લંડન બેઠકે નવો રસ્તો ખોલ્યો છે.

ચીનનું મિનરલ ડોમિનેશન

ચીન રેર અર્થ મિનરલ્સની વૈશ્વિક સપ્લાય ચેઈનમાં નેતૃત્વ ધરાવે છે. આ મિનરલ્સ ઈલેક્ટ્રોનિક્સ, રિન્યુએબલ એનર્જી અને ડિફેન્સ ઈન્ડસ્ટ્રી માટે મહત્વપૂર્ણ છે. જોકે, કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનના ઝિનજિયાંગ પ્રદેશમાં આ મિનરલ્સના ઉત્પાદનમાં ફોર્સ્ડ લેબરનો ઉપયોગ થાય છે. આરોપો અનુસાર, ઉઈગર અને તુર્ક સમુદાયના લોકોને સરકારી કાર્યક્રમો હેઠળ બળજબરીથી કામે લગાડવામાં આવે છે. ચીન આ આરોપોને નકારે છે. આ રિપોર્ટ્સમાં વોલમાર્ટ, એવોન, કોકા-કોલા અને નેસ્કેફે જેવી ગ્લોબલ બ્રાન્ડ્સના સપ્લાય ચેન સાથે જોડાણનો ઉલ્લેખ છે, જે આ મુદ્દે વિવાદનું કેન્દ્ર બની શકે છે.

શું હતો વિવાદ?

અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફને લઈ લાંબા સમઈ ખેંચ ચાલી હતી. ટ્રમ્પે ચીન પર અમેરિકી બજારોમાં અનફેર ટ્રેડ પ્રેક્ટિસનો આરોપ લગાવ્યો હતો, જેના જવાબમાં ચી ટે પણ આકરી નીતિઓ અપનાવી હતી. આ ડીલ બ ને ને આ વિવાદને શાંત પડે અને બં દેશો વચે આર્થિક સહકાર વધે તેવી આશા છે.

આ ડીલનો અર્થ શું?

અમેરિકા માટે: રેર અર્થ મિનરલ્સનો સ્થિર સપ્લાય, જે ટેક અને ડિફેન્સ ઈન્ડસ્ટ્રી માટે જરૂરી છે.

ચીન: અમેરિકી બજારોમાં પ્રવેશ અને ચીની વિદ્યાર્થી ઓ માટે શૈક્ષણિક તકો.

ગ્લોબલ ઈકોનોમી: ટ્રેડ વોરનો તણાવ ઓછો થઈ શકે છે, પરંતુ ફોર્સ્ડ લેબરના આરોપો નવો વિવાદ ઊભો કરી શકે છે.

આ પણ વાંચો-Amarnath Yatra 2025: બાબા બર્ફાનીની પ્રથમ તસવીર આવી સામે, અમરનાથ ગુફામાં LGએ કરી પ્રથમ પૂજા

MoneyControl News

MoneyControl News

First Published: Jun 12, 2025 12:22 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.