Weather Updates: દિલ્હી સહિત અનેક રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી, ઉત્તર ભારતમાં ઓરેન્જ એલર્ટ, કરા પડવાની શક્યતા
હવામાન અપડેટ્સ: મે મહિનામાં દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 3 મે સુધી વરસાદ પડી શકે છે. ત્યાર બાદ તેમાં ઘટાડો થવાની ધારણા છે. જો કે, 5 મે સુધી સમગ્ર દેશમાં વરસાદ ઓછો થઈ શકે છે. ઘણા રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરવામાં આવી છે
હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક નરેશ કુમારે જણાવ્યું કે પશ્ચિમી વિક્ષેપના કારણે ઉત્તર ભારતના ઘણા વિસ્તારો માટે 3 દિવસનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Weather Updates: દેશના નાગરિકો સામાન્ય રીતે મે મહિનામાં આકરી ગરમી અને આકરા તડકાનો સામનો કરતા હોય છે. પરંતુ આ વખતે હવામાને એવો વળાંક લીધો છે કે શરૂઆતના મહિનામાં જ લોકોને ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. સતત વરસાદના કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું છે. સોમવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેના કારણે તાપમાનમાં 13 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગ (IMD) એ સોમવારે ઉત્તર ભારત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેના કારણે 2010 પછી મે માસનો બીજો સૌથી ઠંડો દિવસ હતો.
હવામાન વિભાગે આજે પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. સોમવાર સાંજ સુધી દિલ્હીમાં 14.8 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે વર્ષ 2022માં 31 મેના રોજ 17.8 મીમી વરસાદ નોંધાયો હતો. IMD અનુસાર, બે થી ત્રણ દિવસ વરસાદ પડી શકે છે. જેના કારણે પારો વધુ ગગડી શકે છે. હાલ થોડા દિવસો સુધી લોકોને ગરમીમાંથી રાહત મળે તેવી શક્યતા છે.
ઓરેન્જ એલર્ટ જાહેર
હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક નરેશ કુમારે જણાવ્યું કે પશ્ચિમી વિક્ષેપના કારણે ઉત્તર ભારતના ઘણા વિસ્તારો માટે 3 દિવસનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીમાં આગામી 3 દિવસ સુધી વરસાદ પડી શકે છે. કુમારે વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે માર્ચ-એપ્રિલ મહિનામાં વાવાઝોડું આવે છે. પરંતુ આ વર્ષે તે આવતા મહિના સુધી પણ આવી શકે છે. તેમણે કહ્યું કે હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણા ક્ષેત્ર માટે પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેવી જ રીતે, પૂર્વીય ભાગ, બિહાર, ઝારખંડથી દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદની શક્યતા છે. વાવાઝોડાને કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થશે. દિલ્હી-NCRમાં તાપમાન 9-10 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. 3-4 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ પછી, તાપમાનમાં થોડો વધારો થઈ શકે છે.
ઘણા રાજ્યોમાં કરા પડી શકે છે
બીજી તરફ, IMD અનુસાર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને રાજસ્થાનમાં કરા પડવાની આગાહી કરવામાં આવી છે. હરિયાણા અને યુપીના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડી શકે છે.
Himachal Pradesh | Heavy rain lashes Shimla, IMD issues orange alert for three days. (01.05) pic.twitter.com/KQlJiEhl8V
આ સિવાય કેરળ, આંતરિક કર્ણાટક, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓના ભાગોમાં વરસાદ પડી શકે છે. બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, બાકીના ઉત્તરપૂર્વ ભારત, મરાઠવાડા અને રાજસ્થાન અને ગુજરાતમાં એક કે બે જગ્યાએ હળવો વરસાદ થઈ શકે છે.