સાબરમતી નદીની તર્જ પર દિલ્હીમાં યમુના નદીના કિનારે રિવર-ફ્રન્ટનું નિર્માણ થવા જઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વઝીરાબાદ બેરેજથી ઓખલા બેરેજ સુધીના 22 કિલોમીટરના વિસ્તારમાં દિલ્હી વિકાસ પ્રાધિકરણ (DDA) આગામી 2 થી 3 વર્ષમાં ઓછામાં ઓછા 6 નવા ટૂરિસ્ટ સ્થળો બનાવવાની યોજના ધરાવે છે. આ માટે 1660 હેક્ટર જમીનનો વિકાસ કરવામાં આવશે. અત્યાર સુધીમાં 740 હેક્ટર વિસ્તારનો વિકાસ થઈ ચૂક્યો છે, જેમાં અસિતા પૂર્વ અને પશ્ચિમ, કાલિંદી અવિરલ (જેમાં બાંસરા પાર્ક સામેલ છે), વાસુદેવ ઘાટ, અમૃત જૈવ વિવિધતા પાર્ક અને રાજઘાટ નજીક યમુના વાટિકા જેવા સ્થળોનો સમાવેશ થાય છે.