LPGથી લઈને ITR સુધી... 1 નવેમ્બર 2026થી બદલાવા જઈ રહ્યા છે આ 5 મોટા નાણાકીય નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
1 November new rules: 1 નવેમ્બર 2026 થી દેશમાં 5 મોટા નાણાકીય ફેરફારો થવા જઈ રહ્યા છે. LPG સિલિન્ડરના ભાવ, ITR ડેડલાઈન, FD ના વ્યાજ દર અને પેન્શનર્સ માટેના નવા નિયમો વિશે જાણો.
1 નવેમ્બર 2026 થી દેશમાં સામાન્ય જનતા, પેન્શનરો, કરદાતાઓ અને બેંકમાં રોકાણ કરતા લોકો માટે કેટલાક મોટા નિયમો બદલાવા જઈ રહ્યા છે.
1 November new rules: દરેક નવા મહિનાની શરૂઆત પોતાની સાથે કેટલાક મહત્વપૂર્ણ આર્થિક ફેરફારો અને નવી ડેડલાઈન લઈને આવે છે. તેવી જ રીતે, 1 નવેમ્બર 2026 થી દેશમાં સામાન્ય જનતા, પેન્શનરો, કરદાતાઓ અને બેંકમાં રોકાણ કરતા લોકો માટે કેટલાક મોટા નિયમો બદલાવા જઈ રહ્યા છે.
એક તરફ પેન્શન ચાલુ રાખવા માટે જીવન પ્રમાણપત્ર જમા કરાવવું જરૂરી બનશે, તો બીજી તરફ ઓડિટ વાળા કરદાતાઓ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ પણ નજીક છે. આ ઉપરાંત, રાંધણ ગેસના ભાવ અને ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરોમાં થનારા ફેરફાર તમારા ઘરના બજેટને સીધી અસર કરશે.
ચાલો વિગતે જાણીએ 1 નવેમ્બર 2026 થી લાગુ થવા જઈ રહેલા આ 5 મુખ્ય નાણાકીય ફેરફારો વિશે:
1. પેન્શનર્સ માટે જીવન પ્રમાણપત્ર જમા કરાવવું ફરજિયાત
કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ પેન્શનરોએ પોતાનું પેન્શન કોઈપણ અડચણ વગર ચાલુ રાખવા માટે દર વર્ષે નવેમ્બર મહિનામાં પોતાનું હયાતીનું પ્રમાણપત્ર એટલે કે જીવન પ્રમાણપત્ર જમા કરાવવું પડે છે. સામાન્ય પેન્શનરો માટે આ પ્રક્રિયા 1 નવેમ્બર થી 30 નવેમ્બર 2026 સુધી ચાલુ રહેશે. જોકે, 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના સિનિયર સિટીઝન માટે આ પ્રક્રિયા 1 ઓક્ટોબરથી જ શરૂ થઈ ગઈ છે.
કેવી રીતે જમા કરશો: પેન્શનરો બેંક શાખા, પોસ્ટ ઓફિસ, ડિજિટલ માધ્યમથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ અથવા પોસ્ટ વિભાગની ડોરસ્ટેપ સેવાનો લાભ લઈને આ સર્ટિફિકેટ જમા કરાવી શકે છે. જો સમયસર સર્ટિફિકેટ જમા નહીં થાય તો પેન્શન અટકી શકે છે.
2. ઓડિટ વાળા ટેક્સપેયર્સ માટે ITRની ડેડલાઇન લંબાવાઈ
જે ટેક્સપેયર્સના ખાતાઓનું ટેક્સ ઓડિટ થવું ફરજિયાત છે, તેમને સરકારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખમાં મોટી રાહત આપી છે. નાણાકીય વર્ષ 2025-26 માટે આ કેટેગરીના કરદાતાઓની ડેડલાઈન 31 ઓક્ટોબરથી વધારીને 21 નવેમ્બર 2026 કરી દેવામાં આવી છે.
કોને મળશે લાભ: આ રાહત મુખ્યત્વે એવા વ્યવસાયો માટે છે જેમનું ટર્નઓવર 1 કરોડ રૂપિયાથી વધુ છે (અમુક શરતો સાથે 10 કરોડ સુધી) અને એવા પ્રોફેશનલ્સ જેમની ગ્રોસ આવક 50 લાખ રૂપિયાથી વધુ છે.
નોકરીયાત વર્ગ માટે: જે નોકરીયાત લોકો ITR-1 અથવા ITR-2 ભરે છે, તેમને આ નવી ડેડલાઇન લાગુ પડતી નથી. તેમની છેલ્લી તારીખ 31 જુલાઈ 2026 હતી. જો કોઈએ હજુ સુધી રિટર્ન નથી ભર્યું, તો તેઓ લેટ ફી સાથે 31 ડિસેમ્બર 2026 સુધી બિલેટેડ રિટર્ન ફાઇલ કરી શકે છે.
3. LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર
ઓઇલ કંપનીઓ દર મહિનાની 1 તારીખે રાંધણ ગેસના ભાવની સમીક્ષા કરે છે. 1 નવેમ્બર 2026 ની સવારે કોમર્શિયલ અને ઘરેલુ LPG સિલિન્ડરના નવા રેટ જાહેર થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમતોમાં જોવા મળતા ઉતાર-ચઢાવને કારણે ગેસના ભાવમાં ફેરફાર થવાની પૂરી શક્યતા છે, જેની સીધી અસર ગૃહિણીઓના કિચન બજેટ અને હોટલ કે રેસ્ટોરન્ટ ચલાવતા વેપારીઓ પર પડશે.
4. બેંકોના FD વ્યાજ દરોમાં બદલાવ
નવેમ્બરની શરૂઆત સાથે જ બેંકોના ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરોમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં કરાયેલા ફેરફારો બાદ ઘણી મોટી બેંકોએ તેમના FD ના દરો વધાર્યા છે. દાખલા તરીકે, ICICI બેંકે અમુક ચોક્કસ FD પર 0.10% વ્યાજ વધાર્યું છે, જ્યારે ઇન્ડિયન બેંકે 555-દિવસ અને 777-દિવસની ખાસ સ્કીમ પર રેટ વધાર્યા છે. 1 નવેમ્બરથી અન્ય બેંકો પણ નવા વ્યાજ દરની જાહેરાત કરી શકે છે.
5. રોકાણકારો અને સામાન્ય જનતા માટે જરૂરી ટિપ્સ
આ નવા ફેરફારોને ધ્યાનમાં રાખીને તમારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ:
પેન્શનરોએ છેલ્લી તારીખ (30 નવેમ્બર)ની રાહ જોયા વગર વહેલી તકે પોતાનું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી દેવું. ઓડિટ કેટેગરીમાં આવતા લોકોએ પેનલ્ટીથી બચવા 21 નવેમ્બર પહેલાં પોતાનું ITR ફાઇલ કરી લેવું. FDમાં રોકાણ કરવા માંગતા ગ્રાહકોએ અલગ-અલગ બેંકોના નવા વ્યાજ દરોની સરખામણી કર્યા પછી જ પૈસા રોકવા.