સરકાર ગ્રાહકોને GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) પર રાહતની ભેટ આપી શકે છે. સરકાર દ્વારા ઘણી વસ્તુઓ પર GST દૂર કરી શકાય છે. હાલમાં, GST ના 12% સ્લેબને દૂર કરવાની કવાયત તેજ થઈ ગઈ છે. CNBCના સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી GST કાઉન્સિલની બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા થઈ શકે છે. હાલમાં, ચીઝ, કન્ડેન્સ્ડ મિલ્ક, ફળોનો રસ, નમકીન સહિત રોજિંદા જીવનમાં વપરાતી ઘણી વસ્તુઓ પર 12% GST લાદવામાં આવે છે. લોકોને આના પર રાહત મળી શકે છે.