7th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓને જુલાઈમાં સારા સમાચાર મળી શકે છે. કેન્દ્ર સરકાર આવતા મહિને જુલાઈ 2023 થી મોંઘવારી ભથ્થું (DA) વધારી શકે છે. જો આમ થશે તો કર્મચારીઓના પગારમાં વધારો થશે. મોંઘવારીનો સામનો કરવા માટે સરકાર કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારો કરે છે. આ વખતે આશા છે કે સરકાર આ ભથ્થામાં 3 થી 4 ટકાનો વધારો કરી શકે છે.