આધાર કાર્ડમાં નામ બદલવું હવે આસાન નથી! UIDAI એ જાહેર કર્યા કડક નિયમો, જાણો નવું SOP અને જરૂરી દસ્તાવેજો | Moneycontrol Gujarati
Get App

આધાર કાર્ડમાં નામ બદલવું હવે આસાન નથી! UIDAI એ જાહેર કર્યા કડક નિયમો, જાણો નવું SOP અને જરૂરી દસ્તાવેજો

Aadhaar card name change: આધાર કાર્ડમાં નામ, સરનેમ બદલવા અથવા 'ઉર્ફ' હટાવવા માટે UIDAI એ નવા કડક નિયમો (SOP) જાહેર કર્યા છે. દસ્તાવેજો, એફિડેવિટ અને ગેઝેટના નવા નિયમોની સરળ માહિતી.

અપડેટેડ 12:07:18 PM Oct 05, 2026 પર
Story continues below Advertisement
જો તમે આખું નામ બદલવા માંગો છો અથવા નામમાં મોટો ફેરફાર કરવા માંગો છો, તો સરકારી ગેઝેટ નોટિફિકેશન (રાજપત્ર) કઢાવવું અનિવાર્ય છે. આની સાથે તમારે તમારા જૂના નામવાળા ઓળખ પત્રો પણ રજૂ કરવા પડશે.

Aadhaar card name change: જો તમે તમારા આધાર કાર્ડમાં નામ કે સરનેમ બદલવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. તાજેતરમાં ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) દ્વારા આધાર કાર્ડમાં નામ અપડેટ કરવા માટેના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે.

નામમાં થતી ભૂલો સુધારવા કે મોટા ફેરફારો કરવા માટે UIDAIએ નવી SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) લાગુ કરી છે. હવે માત્ર એક જ ડોક્યુમેન્ટથી બધું કામ નહીં થાય, પરંતુ અલગ-અલગ પરિસ્થિતિ માટે અલગ દસ્તાવેજ અને એફિડેવિટ (શપથપત્ર) આપવા પડશે. ચાલો જાણીએ આ નવા નિયમો વિશે એકદમ સરળ ભાષામાં.

SOP એટલે શું?

SOP એટલે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર. કોઈપણ કામને એક ચોક્કસ નિયમ મુજબ પૂરું કરવા માટે જે માર્ગદર્શિકા બનાવવામાં આવે છે, તેને SOP કહેવાય છે. આમાં ક્યારે કયા દસ્તાવેજો જોઈશે અને પ્રક્રિયા કેવી રહેશે તે સ્પષ્ટ કરવામાં આવે છે.

નવા નિયમો મુજબ આધારમાં નામ સુધારવાની પ્રક્રિયા:-


ડેટા એન્ટ્રીની ભૂલ માટે નવો નિયમ

ઘણીવાર આધાર કાર્ડ કઢાવતી વખતે ઓપરેટરની ભૂલથી નામ ખોટું છપાઈ જાય છે. જો તમારી પાસે સાચા નામવાળું જૂનું પ્રૂફ હોય, તો પુખ્ત વયના લોકોએ ભૂલ સુધારવા માટે 'અનુબંધ-બી' (Annexure-B) મુજબ એફિડેવિટ આપવું પડશે. જો સગીર બાળકનું નામ સુધારવાનું હોય, તો 'અનુબંધ-સી' (Annexure-C) રજૂ કરવું પડશે. સાથે ઓળખનો માન્ય દસ્તાવેજ પણ આપવો ફરજિયાત છે.

લગ્ન કે છૂટાછેડા પછી સરનેમ બદલવી

મહિલાઓ માટે લગ્ન પછી કે છૂટાછેડા બાદ સરનેમ બદલવી સામાન્ય બાબત છે. પરંતુ હવે આ માટે નવો નિયમ લાગુ કરાયો છે. આ સ્થિતિમાં અરજદારે 'અનુબંધ-ડી' (Annexure-D) મુજબ શપથપત્ર આપવું પડશે અને સાથે જરૂરી આઈડી પ્રૂફ રજૂ કરવાનું રહેશે.

નામમાંથી ‘ઉર્ફ' (Alias) હટાવવા માટે

ઘણા લોકોના આધાર કાર્ડમાં બે નામ અથવા નામની વચ્ચે 'ઉર્ફ' લખેલું હોય છે. જો તમારે આ 'ઉર્ફ' હટાવીને માત્ર એક જ નામ રાખવું હોય, તો પુખ્ત વ્યક્તિઓએ 'અનુબંધ-ઇ' (Annexure-E) અને સગીર વયના બાળકો માટે 'અનુબંધ-એફ' (Annexure-F) વાળું એફિડેવિટ જમા કરાવવું પડશે.

મોટા ફેરફારો માટે ગેઝેટ નોટિફિકેશન ફરજિયાત

જો તમે આખું નામ બદલવા માંગો છો અથવા નામમાં મોટો ફેરફાર કરવા માંગો છો, તો સરકારી ગેઝેટ નોટિફિકેશન (રાજપત્ર) કઢાવવું અનિવાર્ય છે. આની સાથે તમારે તમારા જૂના નામવાળા ઓળખ પત્રો પણ રજૂ કરવા પડશે.

ડૉક્ટર કે કર્નલ જેવી પદવીઓ હટાવવા

ઘણા લોકોના નામ આગળ ડૉક્ટર, કર્નલ, શ્રી, શ્રીમતી કે મિસ્ટર જેવા શબ્દો લાગેલા હોય છે. UIDAIની નવી SOPમાં આ પદવીઓ હટાવવાની પણ જોગવાઈ છે. આ માટે માન્ય દસ્તાવેજના આધારે જ પ્રક્રિયા પૂરી કરવામાં આવશે.

આ પણ વાંચો- 60,000ની નોકરી છોડી, માત્ર 14K ફોલોઅર્સ સાથે યુવતીએ કમાયા 1.12 લાખ, જાણો સોશિયલ મીડિયાથી કમાણીનું સિક્રેટ

UIDAIના નિયમ મુજબ સામાન્ય રીતે જીવનમાં માત્ર 2 વાર જ આધાર કાર્ડમાં નામ અપડેટ કરવાની મંજૂરી મળે છે. જો તમે આ લિમિટ પાર કરી દીધી છે અને ફરી નામ બદલવું છે, તો તેના માટે તમારે ગેઝેટ નોટિફિકેશન અને અપવાદરૂપ (Exceptional) પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. તેથી જ્યારે પણ નામ સુધારવા જાવ ત્યારે સાચા દસ્તાવેજ અને યોગ્ય ફોર્મનો જ ઉપયોગ કરો.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 05, 2026 12:07 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.