પોતાના ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં કમાણીનો હિસાબ આપતા ઉપાસનાએ જણાવ્યું કે, તેના કન્ટેન્ટ ક્રિએશનના 1.5 વર્ષના સફરમાં સપ્ટેમ્બર મહિનો તેના માટે સૌથી બેસ્ટ રહ્યો છે. આ એક જ મહિનામાં તેણે કુલ 1.12 લાખની કમાણી કરી છે.
Content creation career: દર મહિને બેંક ખાતામાં જમા થતી ફિક્સ સેલેરી છોડીને નવો રસ્તો પસંદ કરવો કોઈ માટે પણ આસાન નથી હોતું. ખાસ કરીને ત્યારે, જ્યારે તમારી આવક બ્રાન્ડ ડીલ્સ અને સોશિયલ મીડિયાના ફોલોઅર્સ પર આધારિત હોય. પરંતુ દિલ્હીની 23 વર્ષની કન્ટેન્ટ ક્રિએટર ઉપાસનાએ આ મોટું જોખમ ઉઠાવ્યું અને આજે તે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.
ઉપાસનાએ દર મહિને 60,000ની આવક આપતી નોકરી છોડીને કન્ટેન્ટ ક્રિએશનને પોતાનું ફુલ-ટાઈમ કરિયર બનાવ્યું છે. તાજેતરમાં જ તેણે પોતાની એક મહિનાની કમાણીનો આંકડો શેર કર્યો છે, જેને જોઈને લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.
સપ્ટેમ્બર મહિનો રહ્યો સૌથી વધુ કમાણી વાળો
પોતાના ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં કમાણીનો હિસાબ આપતા ઉપાસનાએ જણાવ્યું કે, તેના કન્ટેન્ટ ક્રિએશનના 1.5 વર્ષના સફરમાં સપ્ટેમ્બર મહિનો તેના માટે સૌથી બેસ્ટ રહ્યો છે. આ એક જ મહિનામાં તેણે કુલ 1.12 લાખની કમાણી કરી છે. સૌથી મોટી વાત એ છે કે આ કમાણી તેણે માત્ર 14,000 ફોલોઅર્સ હોવા છતાં કરી છે.
Instagram
Upasana - UGC | Content Creator (@thatsoupasana) • Instagram reel
5,163 likes, 47 comments - thatsoupasana on October 3, 2026: “I have not received the amount yet though, because brands work on different payment cycles (content creator, content creation, earnings, paid collab, paid…
કેવી રીતે થઈ 1.12 લાખની કમાણી?
માત્ર 14,000 ફોલોઅર્સ સાથે આટલી મોટી રકમ કેવી રીતે કમાઈ શકાય, તે સમજાવતા ઉપાસનાએ પોતાની બ્રાન્ડ ડીલ્સનું ગણિત શેર કર્યું:
કુલ બ્રાન્ડ ડીલ્સ: સપ્ટેમ્બર મહિનામાં તેને કુલ 6 અલગ-અલગ બ્રાન્ડ સાથે કામ કરવાની તક મળી.
UGC ડીલ (User Generated Content): આ 6 માંથી 1 ડીલ UGCની હતી. જેમાંથી તેને 15,000 મળ્યા.
ઇન્સ્ટાગ્રામ પોસ્ટિંગ ડીલ: બાકીની 5 ડીલ્સ તેના પોતાના પેજ પર પ્રમોશન માટે હતી, જેમાંથી તેણે 97,000 કમાયા.
આમ, બન્ને રકમ મળીને કુલ આવક 1.12 લાખ સુધી પહોંચી ગઈ.
UGC એટલે શું? - યુઝર જનરેટેડ કન્ટેન્ટમાં ક્રિએટરે બ્રાન્ડ માટે ફોટો કે વીડિયો બનાવવાના હોય છે, જે બ્રાન્ડ પોતાના પેજ પર વાપરે છે. આ કન્ટેન્ટ ક્રિએટરે પોતાના પેજ પર પોસ્ટ કરવું જરૂરી હોતું નથી.
કમાણી થઈ ગઈ, પણ પૈસા હજુ ખાતામાં નથી આવ્યા
આ ગ્લેમરસ દુનિયાની એક વાસ્તવિકતા એ પણ છે કે અહીં કામ થતાં જ તરત પૈસા નથી મળી જતા. 1.12 લાખની ડીલ્સ ફાઈનલ કરવા છતાં ઉપાસનાને હજુ સુધી આખી રકમ મળી નથી. તેણે જણાવ્યું કે દરેક બ્રાન્ડની પેમેન્ટ આપવાની સાયકલ અલગ અલગ હોય છે. અમુક કંપનીઓ 30 કે 60 દિવસ પછી પેમેન્ટ કરે છે. એટલે કે માત્ર ડીલ સાઈન કરવી પૂરતી નથી, પૈસા ખાતામાં આવવાની રાહ જોવી પણ આ કરિયરનો મોટો હિસ્સો છે.
લોકો માટે બની પ્રેરણા
છેલ્લા 1.5 વર્ષથી વીડિયો બનાવી રહેલી ઉપાસના માટે આ પહેલીવાર હતું જ્યારે તેની માસિક આવકે 1 લાખનો આંકડો પાર કર્યો હોય. સોશિયલ મીડિયા પર તેની આ સફળતા જોઈને યુઝર્સ મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો માટે આ એક મોટી પ્રેરણા છે કે ઓછા ફોલોઅર્સ હોય તો પણ સારી કમાણી થઈ શકે છે, જ્યારે અમુક લોકો માત્ર 14K ફોલોઅર્સમાં આટલી મોટી રકમ સાંભળીને દંગ રહી ગયા છે.