Advance tax Deadline: ટેક્સપેયર્સની પાસે ફાઇનાન્શિયલ યર 2023-24 માટે એડવાન્સ ટેક્સનો અંતિમ અને ચોથો હપતો 15 માર્ચ સુધી જમા કરાવવાનો છે. ટેક્સપેયર્સની પાસે એડવાન્સ ટેક્સ જમા કરવા માટે લગભગ 10 દિવસ બચ્યા છે. એડવાન્સ ટેક્સ ભરવાની છેલ્લી તારીખ 15 માર્ચ 2025 છે. જો તમે આ નક્કી સમયની અંદર એડવાન્સ ટેક્સ નહીં ચૂકવો તો, કલમ 234 B અને 243C હેઠળ દંડ લાગી શકે છે.
એડવાન્સ ટેક્સ તે ફાઇનાન્શિયલ યરની અંદર આપવામાં આવે છે, જેમાં ઇન્કમ થઈ છે. આ એક ફાઇનાન્શિયલ યરમાં 4 વખત આપવાનો હોય છે. ટેક્સપેયર્સને કુલ જવાબદારીના 15% 15 જૂન સુધી ચૂકવવાના હોય છે. જ્યારે 45% 14 સપ્ટેમ્બર સુધી ચૂકવવાના હોય છે. આમાં જૂનમાં ચૂકવવામાં આવેલો હપતો પણ સામેલ છે. 15 ડિસેમ્બર સુધી 75 ટકા ચૂકવવી જરૂરી છે, જેમાં જૂન અને સપ્ટેમ્બરનો હપતો સામેલ છે. ઈનકમ ટેક્સ કાયદા પ્રમાણે, 15 માર્ચ સુધી 100 ટકા ટેક્સ ચૂકવવાનો હોય છે.
સેલેરી ક્લાસ વ્યક્તિ ઉપરાંત કોઈ પણ ટેક્સપેયર્સ જેની ફાઇનાન્શિયલ યર માટે કર જવાબદારી TDS કાપ્યા બાદ કોઈપણ એકાઉન્ટિંગ યરમાં 10,000 રૂપિયા કે તેનાથી વધારે છે. આ ઉપરાંત જે વ્યક્તિઓની ઇન્કમ તેમના પગારથી વધારે છે, જેમ કે, ભાડું, કેપિટલ ગેઈન, એફડી કે લોટરી, તેમણે એડવાન્સ ટેક્સ ચૂકવવો જરૂરી છે.
ઈનકમ ટેક્સ વિભાગ એડવાન્સ ટેક્સના હપ્તા પર વ્યાજ લગાવે છે. ઈનકમ ટેક્સ એક્ટ કલમ 234 B અને 243Cના અંતર્ગત વ્યાજ લગાવવામાં આવે છે. એટલા માટે, જો કોઈ એડવાન્સ ટેક્સનું પેમેન્ટ નથી કરતા અથવા એડવાન્સ ટેક્સ પેમેન્ટમાં વિલંબ થાય છે, તો તેને વ્યાજના રૂપમાં વધારે ટેક્સનું પેમેન્ટ કરવાનું હોય છે. તેના એડવાન્સ ટેક્સને યોગ્ય રીતે કેલક્યુલેટ કરવો અને સમય પર પેમેન્ટ કરવું જરૂરી છે.