Home loan rates: RBIએ રેપો રેટ ઘટાડ્યા પછી, 6 બેન્કોએ હોમ લોન સસ્તી કરી, વ્યાજમાં આટલો કર્યો ઘટાડો
Home loan rates: ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ 7 ફેબ્રુઆરી, 2025ના રોજ તેની નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠકમાં, રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ (0.25%) ઘટાડો કર્યો, જે તેને 6.25% પર લાવ્યો. છેલ્લા 2 વર્ષમાં આ દર સ્થિર હતો. હવે તે કટ કરવામાં આવ્યો છે. આ પછી, મોટાભાગના હોમ લોન ખરીદદારો અપેક્ષા રાખી રહ્યા છે કે બેન્કો હોમ લોનના દર ઘટાડશે.
ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ 7 ફેબ્રુઆરી, 2025ના રોજ તેની નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠકમાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ એટલે કે 0.25%નો ઘટાડો કર્યો હતો.
Home loan rates: RBI દ્વારા રેપો રેટ ઘટાડ્યા બાદ, બેન્કોએ હોમ લોનના વ્યાજ દર ઘટાડવાનું શરૂ કરી દીધું છે. હવે દેશની 6 મોટી બેન્કોએ હોમ લોન પર વ્યાજ ઘટાડ્યું છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ 7 ફેબ્રુઆરી, 2025ના રોજ તેની નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠકમાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ એટલે કે 0.25%નો ઘટાડો કર્યો હતો. આના કારણે તે ઘટીને 6.25% થયો. છેલ્લા 2 વર્ષમાં આ દર સ્થિર હતો. હવે તેને કટ કરવામાં આવ્યો છે. આ પછી, મોટાભાગના હોમ લોન ખરીદદારો અપેક્ષા રાખી રહ્યા છે કે બેન્કો હોમ લોનના દર ઘટાડશે. RBIના આ નિર્ણય બાદ દેશની 6 બેન્કોએ હોમ લોન પર વ્યાજ ઘટાડ્યું છે. કેનેરા બેન્ક, પંજાબ નેશનલ બેન્ક (PNB), યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ બરોડા સહિત ઘણી બેન્કોએ પણ તેમના રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR) માં 0.25%નો ઘટાડો કર્યો છે.
રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR) શું છે?
રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ એ દર છે જેના પર બેન્કો કસ્ટમરને લોન આપે છે. આ દર સીધા RBIના રેપો રેટ સાથે જોડાયેલો છે. ઓક્ટોબર 2019માં RBI એ એક પરિપત્ર બહાર પાડીને બેન્કોને તેમના રિટેલ લોનને બાહ્ય બેન્ચમાર્ક રેટ (E-BLR) સાથે લિંક કરવાનો નિર્દેશ આપ્યો હતો. આનાથી મોટાભાગની બેન્કો માટે રેપો રેટ મુખ્ય બેન્ચમાર્ક બની ગયો છે. જે કસ્ટમર RLLR લિંક્ડ હોમ લોન પસંદ કરે છે, તેમના વ્યાજ દરો RBIના રેપો રેટમાં ફેરફાર મુજબ વધે છે અથવા ઘટે છે. મોટાભાગના કસ્ટમર ફ્લોટિંગ રેટ હોમ લોન લે છે, જે RLLR સાથે જોડાયેલી હોય છે. હવે કસ્ટમર પાસે તેમનો EMI ઘટાડવાનો અથવા લોનનો સમયગાળો ઘટાડવાનો ઓપ્શન છે.
બેન્કોએ લોન પર વ્યાજ દર ઘટાડ્યા
કેનેરા બેન્ક
કેનેરા બેન્કે તેનો RLLR 9.25%થી ઘટાડીને 9.00% કર્યો છે. આ નવો રેટ 12 ફેબ્રુઆરી, 2025 થી અમલમાં આવશે અને ફક્ત 12 ફેબ્રુઆરી, 2025 ના રોજ અથવા તે પછી ખોલવામાં આવેલા ખાતાઓ પર જ લાગુ થશે. અથવા RLLR સિસ્ટમમાં 3 વર્ષ પૂર્ણ કર્યા છે.
બેન્ક ઓફ બરોડા
બેન્ક ઓફ બરોડાએ તેનો બરોડા રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (BRLLR) સુધારીને 8.90% કર્યો છે, જે 10 ફેબ્રુઆરી, 2025થી અમલમાં આવશે.
બેન્ક ઓફ ઈન્ડિયા
બેન્ક ઓફ ઈન્ડિયાએ તેનો RLLR 9.35%થી ઘટાડીને 9.10% કર્યો છે. આ દર 7 ફેબ્રુઆરી 2025થી અમલમાં આવ્યો છે.
યૂનિયન બેન્ક ઓફ ઇંડિયા
યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાએ તેનો RLLR 9.25%થી ઘટાડીને 9.00% કર્યો છે. આ દર 11 ફેબ્રુઆરી 2025 થી લાગુ થશે.
ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક
ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક (IOB) એ તેના RLLR માં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે, જે તેને 9.35%થી ઘટાડીને 9.10% કર્યો છે. આ ફેરફાર 11 ફેબ્રુઆરી, 2025થી અમલમાં આવશે.
પંજાબ નેશનલ બેન્ક (PNB)
પીએનબીએ પણ તેનો આરએલએલઆર 9.25%થી ઘટાડીને 9.00% કર્યો છે. આ દર 10 ફેબ્રુઆરી 2025થી લાગુ થશે.
હોમ લોન કસ્ટમર પર શું અસર પડશે?
RBI દ્વારા રેપો રેટમાં ઘટાડા પછી, બેન્કોના RLLRમાં ઘટાડાથી હોમ લોન લેતા કસ્ટમરને રાહત મળશે. આનાથી નવી હોમ લોન સસ્તી થશે અને હાલના કસ્ટમરના EMIમાં ઘટાડો થઈ શકે છે. જો કસ્ટમર ઈચ્છે તો, તેઓ લોનનો સમયગાળો ઘટાડીને તેમનો EMI ઘટાડી શકે છે અથવા વ્યાજ બચાવી શકે છે.