RBI રેપો રેટમાં ઘટાડા બાદ બેન્કોએ લોનના વ્યાજ દરોમાં કર્યો ઘટાડો, ચેક કરી લો બેન્કોનું લિસ્ટ
RBIના રેપો રેટ ઘટાડાને પગલે બેન્કો દ્વારા લોનના વ્યાજ દરોમાં કરવામાં આવેલી આ ઘટાડાથી કસ્ટમર્સને મોટી રાહત મળશે. ખાસ કરીને, હોમ લોન લેનારા કસ્ટમર્સ માટે EMIનો બોજ ઘટશે. આ ઉપરાંત, પર્સનલ લોન અને વાહન લોનના વ્યાજ દરોમાં ઘટાડાથી નવી લોન લેવાનું આકર્ષણ પણ વધશે. નિષ્ણાતોનું માનવું છે કે આ પગલું અર્થતંત્રને વેગ આપવામાં અને કસ્ટમર્સની ખરીદ શક્તિ વધારવામાં મદદરૂપ થશે.
RBIના રેપો રેટ ઘટાડાને પગલે બેન્કો દ્વારા લોનના વ્યાજ દરોમાં કરવામાં આવેલી આ ઘટાડાથી કસ્ટમર્સને મોટી રાહત મળશે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને તેને 6% કરવામાં આવ્યો છે, જેની અસર હવે બેન્કોના લોનના વ્યાજ દરોમાં જોવા મળી રહી છે. દેશની અગ્રણી સરકારી અને ખાનગી બેન્કોએ લોનના વ્યાજ દરોમાં ઘટાડો કરવાની શરૂઆત કરી છે, જેનાથી હોમ લોન, પર્સનલ લોન અને વાહન લોનની EMIમાં કસ્ટમર્સને રાહત મળવાની આશા છે. આ ઘટાડો 9 એપ્રિલની RBIની નાણાકીય નીતિ સમિતિની બેઠક બાદ જોવા મળ્યો છે. ચાલો જાણીએ કઈ બેન્કોએ વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે અને તેની વિગતો.
SBIએ લોન દરોમાં કર્યો ઘટાડો
દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ સૌથી પહેલા પોતાના લોનના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો. SBIએ રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR)ને 8.50%થી ઘટાડીને 8.25% કર્યો છે. આ ઉપરાંત, એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (EBLR)ને પણ 8.90%થી ઘટાડીને 8.65% કરવામાં આવ્યો છે. આ નવા દરો 15 એપ્રિલ, 2025થી લાગુ થયા છે. આ ઘટાડાથી SBIના કસ્ટમર્સને હોમ લોન, ઓટો લોન અને અન્ય લોનની EMIમાં રાહત મળશે.
HDFC બેન્કે MCLRમાં કર્યો કર્યો ઘટાડો
પ્રાઇવેટ સેક્ટરની અગ્રણી બેન્ક HDFC બેન્કે પણ પોતાના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR)માં 10 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. નવા દરો અનુસાર, એક મહિનાની લોન માટે MCLR 9.10%, ત્રણ મહિના માટે 9.20%, છ મહિના અને એક વર્ષ માટે 9.30% તથા ત્રણ વર્ષ માટે 9.35% નક્કી કરવામાં આવ્યો છે. HDFC બેન્કના હોમ લોનના વ્યાજ દરો હવે 8.7%થી 9.55%ની વચ્ચે છે, જ્યારે ખાસ કસ્ટમર્સ માટે આ દરો 8.5%થી 9.35% સુધી હોઈ શકે છે.
PNB અને IOBએ પણ ઘટાડ્યા દરો
પંજાબ નેશનલ બેન્ક (PNB)એ પોતાના રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR)ને 8.90%થી ઘટાડીને 8.65% કર્યો છે. જોકે, બેન્કે સ્પ્રેડ (BSP)ને 0.20% પર જાળવી રાખ્યો છે, જેના કારણે અંતિમ લેન્ડિંગ રેટ 8.85% થાય છે. આ જ રીતે, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક (IOB)એ પણ પોતાના લોનના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. IOBનો RLLR હવે 9.10%થી ઘટીને 8.85% થયો છે.
અન્ય બેન્કોના નવા રેટ્સ
-ઈન્ડિયન બેન્ક: આ બેન્કે પોતાના લોનના વ્યાજ દરોને 9.05%થી ઘટાડીને 8.70% કર્યા છે.
-બેન્ક ઓફ ઈન્ડિયા: બેન્કે નવો દર 8.85% નક્કી કર્યો છે, જે અગાઉ 9.10% હતો.
-બેન્ક ઓફ બરોડા: આ બેન્કે RLLRને 8.65% કર્યો છે અને રિટેલ તથા MSME લોન પર 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે.
-બેન્ક ઓફ મહારાષ્ટ્ર: આ બેન્કે RLLRને 8.80% સુધી ઘટાડ્યો છે.
કસ્ટમર્સને શું ફાયદો થશે?
RBIના રેપો રેટ ઘટાડાને પગલે બેન્કો દ્વારા લોનના વ્યાજ દરોમાં કરવામાં આવેલી આ ઘટાડાથી કસ્ટમર્સને મોટી રાહત મળશે. ખાસ કરીને, હોમ લોન લેનારા કસ્ટમર્સ માટે EMIનો બોજ ઘટશે. આ ઉપરાંત, પર્સનલ લોન અને વાહન લોનના વ્યાજ દરોમાં ઘટાડાથી નવી લોન લેવાનું આકર્ષણ પણ વધશે. નિષ્ણાતોનું માનવું છે કે આ પગલું અર્થતંત્રને વેગ આપવામાં અને કસ્ટમર્સની ખરીદ શક્તિ વધારવામાં મદદરૂપ થશે.