vegetable market prices: અમદાવાદમાં તહેવારો ટાણે શાકભાજીના ભાવ આસમાને, વટાણા અને લીંબુ 200ને પાર, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું | Moneycontrol Gujarati
Get App

vegetable market prices: અમદાવાદમાં તહેવારો ટાણે શાકભાજીના ભાવ આસમાને, વટાણા અને લીંબુ 200ને પાર, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

vegetable market prices: અમદાવાદમાં તહેવારોની સિઝનમાં શાકભાજીના ભાવમાં ભડકો. વટાણા અને લીંબુના ભાવ 200 રૂપિયા પ્રતિકિલોએ પહોંચ્યા. જાણો આજનો શાકભાજીનો લેટેસ્ટ ભાવ અને મોંઘવારીનું કારણ.

અપડેટેડ 02:06:42 PM Oct 09, 2026 પર
Story continues below Advertisement
બજારમાં અત્યારે અમુક શાકભાજી લેવા જઈએ તો ખિસ્સા ખાલી થઈ જાય તેવી સ્થિતિ છે. હોટલ હોય કે ઘરનું રસોડું, દરેક વાનગીમાં સ્વાદ વધારતા વટાણાનો ભાવ 200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે.

vegetable market prices: નવરાત્રિ અને તહેવારોની મોસમ જામી રહી છે, ત્યારે સામાન્ય માણસ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં હાલ શાકભાજીના ભાવ એટલી હદે વધી ગયા છે કે ગૃહિણીઓના રસોડાનું બજેટ સાવ ખોરવાઈ ગયું છે. હોલસેલ માર્કેટમાં શાકભાજીની આવક 25 ટકા જેટલી ઘટી ગઈ છે, જેના કારણે છૂટક બજારમાં મોટાભાગના શાકભાજીના ભાવ 80 થી 100 રૂપિયાની પાર પહોંચી ગયા છે.

લીંબુ અને વટાણામાં ‘ડબલ સેન્ચુરી'

બજારમાં અત્યારે અમુક શાકભાજી લેવા જઈએ તો ખિસ્સા ખાલી થઈ જાય તેવી સ્થિતિ છે. હોટલ હોય કે ઘરનું રસોડું, દરેક વાનગીમાં સ્વાદ વધારતા વટાણાનો ભાવ 200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. આ સાથે જ વિટામિન-સી થી ભરપૂર લીંબુ પણ બજારમાં 200 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે.

રોજિંદા શાકભાજીના આજના લેટેસ્ટ ભાવ

માત્ર લીંબુ કે વટાણા જ નહીં, પણ રોજબરોજ વપરાતા અન્ય શાકભાજી પણ સામાન્ય માણસની પહોંચથી બહાર જઈ રહ્યા છે. જાણો બજારનો આજનો તાજો ભાવ:


* તુરીયા, કારેલાં અને મેથી: 80 થી 100 રૂપિયા પ્રતિ કિલો

* રીંગણ, ફ્લાવર, ગાજર અને કોથમીર: 80 થી 90 રૂપિયા પ્રતિ કિલો

* ડુંગળી અને કાંકડી: 70 રૂપિયા પ્રતિ કિલો (નોંધનીય છે કે જે ડુંગળી અગાઉ 20 થી 30 રૂપિયામાં મળતી હતી, તે હવે સીધી 70 રૂપિયા થઈ ગઈ છે)

* આદુ: 150 થી 180 રૂપિયા પ્રતિ કિલો

* કોબી અને ટામેટાં: 40 થી 50 રૂપિયા પ્રતિ કિલો

* બટાકા: 40 રૂપિયા પ્રતિ કિલો

ભાવ વધારાનું મુખ્ય કારણ શું છે?

અમદાવાદના સ્થાનિક શાકભાજી વેપારીઓના જણાવ્યા મુજબ, વાતાવરણમાં થયેલા સીઝનલ ફેરફાર અને પાકને થયેલા નુકસાનના કારણે જથ્થાબંધ માર્કેટમાં માલની આવક ઘટી છે. માંગ વધુ છે અને સામે શાકભાજીની આવક ઓછી છે. જ્યાં સુધી ખેતરોમાંથી નવો પાક બજારમાં આવવાની શરૂઆત નહીં થાય, ત્યાં સુધી આ મોંઘવારીમાંથી મોટી રાહત મળવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે.

આ પણ વાંચો- જેડી વેન્સની 'બંધવા મજૂર' વાળી ટિપ્પણી પર ભારત લાલઘૂમ: H-1B અને ગ્રીન કાર્ડ વિઝા અંગે આપ્યો જડબાતોડ જવાબ

શાકભાજીના આટલા ઊંચા ભાવના કારણે ગ્રાહકો હવે ખરીદીમાં કાપ મૂકવા મજબૂર બન્યા છે. ગૃહિણીઓનું કહેવું છે કે મોંઘવારીના લીધે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે અને શાકભાજી પાછળ હવે બમણો ખર્ચ કરવો પડી રહ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 09, 2026 2:06 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.