Perplexity AI એ ChatGPT અને Google Gemini જેવું જ એક એડવાન્સ્ડ જનરેટિવ AI ટૂલ છે, જે ગૂગલ સર્ચની સરખામણીમાં વધુ એડવાન્સ અને સટીક જવાબ આપે છે.
Airtel Perplexity AI: ભારતની અગ્રણી ટેલિકોમ કંપની એરટેલે તેના 36 કરોડ યુઝર્સ માટે એક શાનદાર ઓફર લાવી છે. કંપનીએ AI ટૂલ બનાવતી સ્ટાર્ટઅપ Perplexity AI સાથે ભાગીદારી કરી છે, જેના લીધે યુઝર્સને 17,000નું Perplexity Pro સબ્સ્ક્રિપ્શન આખું વર્ષ ફ્રીમાં મળશે. આ ઓફર એરટેલના તમામ યુઝર્સ, એટલે કે મોબાઇલ, WiFi અને DTH યુઝર્સ માટે ઉપલબ્ધ છે.
Perplexity AI શું છે?
Perplexity AI એ ChatGPT અને Google Gemini જેવું જ એક એડવાન્સ્ડ જનરેટિવ AI ટૂલ છે, જે ગૂગલ સર્ચની સરખામણીમાં વધુ એડવાન્સ અને સટીક જવાબ આપે છે. આ ટૂલ યુઝર્સના સવાલોના જવાબ ફક્ત લિંક્સ આપવાને બદલે, ઊંડાણપૂર્વક રિસર્ચ કરીને સમરી અને ફેક્ટ-બેસ્ડ માહિતી પ્રદાન કરે છે. તેનું ફ્રી વર્ઝન બેઝિક સર્ચ ફીચર આપે છે, જ્યારે પ્રો સબ્સ્ક્રિપ્શનમાં GPT 4.1, ડીપ રિસર્ચ, ઇમેજ જનરેશન, એનાલિસિસ અને Perplexity Labs જેવા ઇનોવેટિવ ફીચર્સ મળે છે.
એરટેલ યુઝર્સને શું મળશે?
એરટેલ યુઝર્સ આ પ્રીમિયમ સર્વિસ આખું વર્ષ ફ્રીમાં ઉપયોગ કરી શકશે. આ માટે યુઝર્સે તેમના રજિસ્ટર્ડ એરટેલ નંબરનો ઉપયોગ કરીને Perplexity AIની એપ અથવા વેબસાઇટ પર સબ્સ્ક્રિપ્શન એક્ટિવેટ કરવાનું રહેશે. આ ઓફર માટે કોઈ એક્સ્ટ્રા રિચાર્જ કે ચાર્જ નહીં ચૂકવવો પડે.
એરટેલ અને Perplexityનું વિઝન
ભારતી એરટેલના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગોપાલ વિટ્ટલે જણાવ્યું, “અમે Perplexity સાથેની આ ગેમ-ચેન્જર ભાગીદારીથી ખૂબ જ ઉત્સાહિત છીએ. આ સહયોગ કરોડો યુઝર્સને પાવરફૂલ અને રિયલ-ટાઇમ નોલેજ ટૂલ ફ્રીમાં પ્રોવાઇડ કરશે. આ ભારતમાં પ્રથમ જનરેટિવ AI ભાગીદારી છે, જે ગ્રાહકોને ડિજિટલ વિશ્વના બદલાતા ટ્રેન્ડ્સ સાથે આગળ વધવામાં મદદ કરશે.”
Perplexityના કો-ફાઉન્ડર અને CEO અરવિંદ શ્રીનિવાસે કહ્યું, “આ ભાગીદારી ભારતના વિદ્યાર્થીઓ, વર્કિંગ પ્રોફેશનલ્સ અને ગૃહિણીઓ સહિત વધુ લોકોને સટીક અને ભરોસાપાત્ર AI ટૂલનો લાભ આપશે. Perplexity Pro યુઝર્સને માહિતી શોધવાનો, શીખવાનો અને કામ કરવાનો સ્માર્ટ અને સરળ રસ્તો આપે છે.”
કેવી રીતે લાભ લઈ શકાય?
એરટેલ યુઝર્સે Perplexity AIની એપ અથવા વેબસાઇટ પર જઈને તેમના રજિસ્ટર્ડ એરટેલ નંબરની મદદથી લોગઇન કરવાનું રહેશે. આ પછી તેઓ આ પ્રીમિયમ સર્વિસને એક્ટિવેટ કરી શકશે અને તેના તમામ ફીચર્સનો ફ્રીમાં ઉપયોગ કરી શકશે.