BSNL એ 80 દિવસની વેલિડિટી સાથે એક નવો સસ્તો રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાન સાથે, સરકારી ટેલિકોમ કંપનીએ ફરી એકવાર એરટેલ, વોડાફોન આઈડિયા વગેરે જેવી પ્રાઇવેટ કંપનીઓનું ટેન્શન વધારી દીધું છે. ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) આ પ્લાનમાં 80 દિવસ માટે દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ ઓફર કરી રહી છે. ઉપરાંત, પ્લાન સમાપ્ત થયા પછી પણ, પ્રાઈવેટ કંપનીઓના નંબર કરતાં વધુ દિવસો સુધી યૂઝર્સના નંબર પર ઇનકમિંગ કોલની સુવિધા ઉપલબ્ધ છે.
આ ઉપરાંત યુઝર્સને ફ્રી નેશનલ રોમિંગનો પણ બેનિફિટ આપવામાં આવશે. BSNL આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2GB હાઇ સ્પીડ ડેટા ઓફર કરે છે, એટલે કે સમગ્ર વેલિડિટી દરમિયાન યુઝર્સ કુલ 160GB ડેટા મેળવી શકશે. આ ઉપરાંત, યુઝર્સને દરરોજ 100 મફત SMSનો બેનિફિટ પણ મળશે. એટલું જ નહીં, BSNL તેના બધા મોબાઇલ યુઝર્સને BiTV ની મફત ઍક્સેસ આપે છે. આ નવી સેવામાં, યુઝર્સને 400 થી વધુ લાઇવ ટીવી ચેનલો, OTT એપ્લિકેશન્સ વગેરેનો મફત ઍક્સેસ મળે છે.
આ ઉપરાંત, BSNL એ યુઝર્સ માટે 599 રૂપિયાનો પ્લાન પણ લોન્ચ કર્યો છે. ભારત સંચાર નિગમ લિમિટેડના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને કુલ 84 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. સરકારી ટેલિકોમ કંપનીનો આ પ્લાન દૈનિક 3GB હાઈ સ્પીડ ડેટા, ફ્રી નેશનલ રોમિંગ અને દૈનિક 100 ફ્રી SMS જેવા ફાયદાઓ સાથે આવે છે. આ ઉપરાંત, કંપનીએ હોળી ધમાકા ઓફર હેઠળ તેના 395 દિવસના રિચાર્જ પ્લાનમાં 30 દિવસની વધારાની વેલિડિટી પણ ઓફર કરી છે. આ પ્લાન 2,399 રૂપિયાની કિંમતે આવે છે, જેમાં યુઝર્સને કુલ 425 દિવસની વેલિડિટી મળશે. આમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 2GB હાઇ સ્પીડ ડેટાનો પણ ફાયદો મળે છે.