EPFO New Rules: દિવાળી પહેલા 7 કરોડ કર્મચારીઓ માટે ‘ડબલ’ ધમાકો! સરકારે PFના નિયમોમાં કર્યા મોટા ફેરફાર
EPFO New Rules: શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં EPFO બોર્ડે 7 કરોડથી વધુ ખાતાધારકો માટે EPF આંશિક ઉપાડના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. હવે 100% સુધીની આશિક નિકાસી, 12 મહિનાની મિનિમમ સર્વિસ અને સરળ પ્રક્રિયાથી કર્મચારીઓને મોટી રાહત મળી છે. જાણો દરેક મહત્વના ફેરફાર વિશે.
કર્મચારીઓને વધુ રાહત આપતા, બોર્ડે મિનિમમ સર્વિસ અવધિ અને ઉપાડની મર્યાદામાં પણ બદલાવ કર્યા છે.
EPFO New Rules: તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલા જ કેન્દ્ર સરકારે 7 કરોડથી વધુ કર્મચારીઓ અને ભવિષ્ય નિધિ (PF) ખાતાધારકોને એક મોટી ભેટ આપી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠકમાં કેટલાક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને સભ્ય-કેન્દ્રીત નિર્ણયો લેવામાં આવ્યા છે.
શ્રમ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં EPF આંશિક ઉપાડના નિયમોને સરળ બનાવવા, ‘વિશ્વાસ સ્કીમ’ની શરૂઆત અને ડિજિટલ પરિવર્તન (EPFO 3.0) જેવા નિર્ણયો લેવાયા છે, જે સીધા 7 કરોડથી વધુ EPFO સભ્યોને લાભ પહોંચાડશે. આ પગલું કર્મચારીઓની નાણાકીય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એકદમ સમયસર લેવામાં આવ્યું છે.
હવે 100% સુધીની આંશિક નિકાસી શક્ય
EPFO બોર્ડ દ્વારા લેવાયેલા સૌથી મોટા નિર્ણય પૈકી એક છે – PFમાંથી આંશિક ઉપાડના નિયમોને ઉદાર બનાવવો.
પહેલાં આશિક નિકાસી માટે 13 જેટલા જટિલ નિયમો હતા, જેના કારણે સભ્યોને ઘણો કાગળનો ખર્ચ અને દોડધામ કરવી પડતી હતી. હવે આ તમામ નિયમોને એકસાથે ભેગા કરીને માત્ર ત્રણ મુખ્ય કેટેગરીઝમાં વહેંચી દેવામાં આવ્યા છે:
આવશ્યક જરૂરિયાતો: જેમ કે, બીમારી, શિક્ષણ, લગ્ન વગેરે.
સૌથી મોટો ફેરફાર: હવે સભ્યો પોતાના PF ખાતામાં જમા રકમ (કર્મચારી અને માલિક બંનેનો હિસ્સો) માંથી 100% સુધીની આંશિક નિકાસી કરી શકશે. એટલું જ નહીં, ‘વિશેષ પરિસ્થિતિઓ’માં ઉપાડ માટે સભ્યોએ હવે કોઈ ચોક્કસ કારણ જણાવવાની પણ જરૂર રહેશે નહીં, જેનાથી પ્રક્રિયા ઘણી સરળ બની જશે.
સેવા અવધિ અને ઉપાડની મર્યાદામાં પણ મોટી છૂટ
કર્મચારીઓને વધુ રાહત આપતા, બોર્ડે મિનિમમ સર્વિસ અવધિ અને ઉપાડની મર્યાદામાં પણ બદલાવ કર્યા છે.
મિનિમમ સર્વિસ અવધિમાં રાહત: તમામ પ્રકારના આંશિક ઉપાડ માટે, મિનિમમ સર્વિસ અવધિ હવે માત્ર 12 મહિના કરી દેવામાં આવી છે.
નવી ઉપાડ મર્યાદા: શિક્ષણ અને લગ્ન માટેની ઉપાડ મર્યાદામાં પણ વધારો કરાયો છે. શિક્ષણ માટે ઉપાડ મર્યાદા વધારીને 10 ગણી અને લગ્ન માટે 5 ગણી કરવામાં આવી છે. (અગાઉ, કુલ મળીને માત્ર 3 વખત આંશિક ઉપાડની છૂટ હતી).
નવા નિયમમાં 25% ન્યૂનતમ બેલેન્સ ફરજિયાત
જોકે, કર્મચારીઓને આટલી છૂટ આપવા છતાં, બોર્ડે એક સંતુલિત નિયમ પણ ઉમેર્યો છે. હવે PF સભ્યોએ પોતાના ખાતામાં કુલ યોગદાનનું ઓછામાં ઓછું 25% બેલેન્સ જાળવી રાખવું પડશે.
આ નિર્ણયનો હેતુ સ્પષ્ટ છે: સભ્યો તાત્કાલિક જરૂરિયાત માટે પૈસા કાઢી શકે, પરંતુ સાથે જ તેઓ વર્તમાન ઊંચા વ્યાજ દર (8.25%) અને કમ્પાઉન્ડિંગના લાભનો આનંદ લેતા રહે અને નિવૃત્તિ માટે પૂરતી રકમ જમા કરી શકે.
પ્રક્રિયા બની 100% ઓટોમેટિક: ઝડપી સેટલમેન્ટ
નવા નિયમો હેઠળ, આંશિક ઉપાડની સમગ્ર પ્રક્રિયાને સંપૂર્ણપણે સ્વયંચાલિત બનાવવામાં આવશે. સભ્યોએ હવે ઉપાડ માટે કોઈ દસ્તાવેજ જમા કરાવવાની જરૂર નહીં પડે. ઓનલાઈન દાવાઓનો નિકાલ ખૂબ જ ઝડપથી થશે, જે ‘ઝીરો હસ્તક્ષેપ’ સાથે પારદર્શિતા વધારશે.
આ તમામ નિર્ણયો EPFOને વધુ સભ્ય-કેન્દ્રીત, ડિજિટલ અને કાર્યક્ષમ બનાવવાની દિશામાં એક મોટું પગલું છે, જેનાથી 7 કરોડથી વધુ ભારતીય કર્મચારીઓનું જીવન સીધું અને હકારાત્મક રીતે પ્રભાવિત થશે.