EPFOએ પોર્ટલ કર્યું અપડેટ, હવે ઘરે બેઠા જ પતાવી લો PF ઉપાડવા અને UANના આ 7 મોટા કામ | Moneycontrol Gujarati
Get App

EPFOએ પોર્ટલ કર્યું અપડેટ, હવે ઘરે બેઠા જ પતાવી લો PF ઉપાડવા અને UANના આ 7 મોટા કામ

કર્મચારીઓ માટે ખુશખબર! EPFO એ પોતાનું પોર્ટલ અપડેટ કર્યું છે. હવે ઓફિસ કે HR ના ધક્કા ખાધા વિના UAN એક્ટિવેટ, PF ઉપાડવા અને ટ્રાન્સફર જેવા 7 મોટા કામ ઘરે બેઠા જ ઓનલાઇન કરી શકાશે.

અપડેટેડ 05:26:08 PM Aug 26, 2026 પર
Story continues below Advertisement
EPFOની આ ઓનલાઇન સુવિધાઓનો અટક્યા વિના લાભ લેવા માટે તમારે કેટલીક બાબતો ખાસ ચેક કરી લેવી જોઈએ.તમારો ચાલુ મોબાઇલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો અત્યંત જરૂરી છે, કારણ કે તમામ ઓનલાઇન સેવાઓનો OTP આ નંબર પર જ આવશે.

EPFO Portal Online Services : જો તમે નોકરી કરો છો અને તમારું પીએફ કપાય છે, તો તમારા માટે એક ઘણી મોટી અને રાહત આપનારી ખબર છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનએ પોતાના મેમ્બર્સની સુવિધા માટે તેના મેમ્બર પોર્ટલને એકદમ નવા અને એડવાન્સ ફીચર્સ સાથે અપડેટ કર્યું છે.

અગાઉ કર્મચારીઓને પીએફ ઉપાડવા, UAN એક્ટિવેટ કરવા કે KYC અપડેટ કરવા માટે વારંવાર ઓફિસના ધક્કા ખાવા પડતા હતા અથવા તો પોતાની કંપનીના HR પર નિર્ભર રહેવું પડતું હતું. પરંતુ આ નવા અપડેટ પછી ગ્રાહકોની ફરિયાદ નિવારણ પ્રક્રિયામાં પણ સુધારો થયો છે અને હવે ઘણા બધા કામ ઘરે બેઠા જ ઓનલાઇન થઈ જશે.

EPFO પોર્ટલ પર હવે મળશે આ 7 ઓનલાઇન સુવિધાઓ

સરળ અને નવા ડિજિટલ ઇન્ટરફેસ પર કર્મચારીઓને નીચે મુજબની 7 મુખ્ય સુવિધાઓનો લાભ મળશે.

1. UAN એક્ટિવેશન : સૌથી મોટો ફેરફાર એ છે કે હવે કર્મચારીઓ UMANG એપ પર આધાર-આધારિત ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પોતાનો નવો UAN જનરેટ અને એક્ટિવેટ કરી શકશે. આ માટે આધાર કાર્ડ અને તેમાં લિંક થયેલો મોબાઇલ નંબર જરૂરી છે.


2. ઓનલાઇન PF ઉપાડવો: બીમારી, બાળકોનો અભ્યાસ, લગ્ન કે ઘર ખરીદવા જેવા કામ માટે હવે ઓનલાઇન એડવાન્સ ક્લેમ અને ફાઇનલ સેટલમેન્ટ કરી શકાશે. જોકે, આ માટે તમારો UAN એક્ટિવ અને KYC પૂરું હોવું ફરજિયાત છે.

3. E-નોમિનેશન: કોઈપણ અણધારી ઘટના બને ત્યારે પરિવારને પૈસા લેવામાં તકલીફ ન પડે તે માટે તમે ઘરે બેઠા જ ઓનલાઇન નોમિનીનું નામ ઉમેરી કે બદલી શકો છો.

4. KYC અને બેંક ડિટેલ્સ: તમારા UAN સાથે આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંક ખાતાની માહિતી સરળતાથી લિંક અથવા અપડેટ કરી શકાશે.

5. PF ટ્રાન્સફર સર્વિસ: નોકરી બદલ્યા પછી જૂની કંપનીનું પીએફ ફંડ અને સર્વિસ રેકોર્ડ નવી કંપનીમાં ઓનલાઇન ટ્રાન્સફર કરી શકાશે.

6. ઈ-પાસબુક ડાઉનલોડ: કંપની અને તમારા દ્વારા જમા થયેલા પૈસા, વ્યાજ અને ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી જોવાની અને પાસબુક ડાઉનલોડ કરવાની સુવિધા મળશે.

7. ડેથ ક્લેમ : જો કોઈ સભ્યનું દુઃખદ અવસાન થાય, તો તેમના નોમિની કે પરિવારના સભ્યો PF, પેન્શન અને ઇન્શ્યોરન્સના પૈસા માટે ઓનલાઇન અરજી કરી શકશે.

ક્લેમ કરતા પહેલા આ 3 વાતોનું ખાસ ધ્યાન રાખો

EPFO ની આ ઓનલાઇન સુવિધાઓનો અટક્યા વિના લાભ લેવા માટે તમારે કેટલીક બાબતો ખાસ ચેક કરી લેવી જોઈએ.તમારો ચાલુ મોબાઇલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો અત્યંત જરૂરી છે, કારણ કે તમામ ઓનલાઇન સેવાઓનો OTP આ નંબર પર જ આવશે. નોકરી છોડ્યા પછી પોર્ટલ પર તમારી એક્ઝિટ ડેટ સાચી અપડેટ થયેલી હોવી જોઈએ. જો આમાં ભૂલ હશે તો ફાઇનલ પીએફ ક્લેમ રિજેક્ટ થઈ શકે છે. UANમાં નોંધાયેલું તમારું નામ, જન્મ તારીખ અને જેન્ડર તમારા આધાર કાર્ડના ડેટા સાથે બરાબર મેચ થવા જોઈએ.

આ પણ વાંચો-Bank FD Rate: HDFC, Axis અને ફેડરલ બેંકે FDના વ્યાજદરમાં કર્યો વધારો, સિનિયર સિટીઝનને જલસા, પણ SBIએ આપ્યો ઝટકો

MoneyControl News

MoneyControl News

First Published: Aug 26, 2026 5:26 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.