EPFO (કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન) હેઠળ આવતા કરોડો નોકરિયાત લોકો માટે એક મોટી અને મહત્ત્વપૂર્ણ ખબર સામે આવી છે. EPFOના મેમ્બર્સ હવે માત્ર ATMથી જ નહીં, પરંતુ UPIની મદદથી પણ તેમના PF ખાતામાંથી પૈસા ઉપાડી શકશે. શ્રમ અને રોજગાર સચિવ સુમિતા દાવરાએ જણાવ્યું કે, EPFO ક્લેમ પ્રોસેસિંગ માટે UPIની શરૂઆત કરવા જઈ રહ્યું છે, જેનો હેતુ કાર્યક્ષમતામાં સુધારો લાવવો અને ટ્રાન્ઝેક્શનનો સમય ઘટાડવો છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે ભારતમાં રિટેલ પેમેન્ટ્સ અને સેટલમેન્ટ સિસ્ટમનું સંચાલન કરતી સંસ્થા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ની ભલામણને મંજૂરી આપી દીધી છે.