Inactive bank accounts: ભારતમાં દર ત્રીજું બેંક ખાતું નિષ્ક્રિય! વર્લ્ડ બેંકનો ચોંકાવનારો રિપોર્ટ
Inactive bank accounts: ભારતની નાણાકીય વ્યવસ્થા એક મહત્વના વળાંક પર છે. UPI અને QR કોડ પેમેન્ટ્સે મોબાઈલ ફોનને બેંકિંગ ટૂલ બનાવ્યું છે, પરંતુ હજુ પણ ઘણા લોકો ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી દૂર છે. સરકાર અને બેંકોએ નાણાકીય સાક્ષરતા, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રાહક સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, જેથી નિષ્ક્રિય ખાતાઓની સંખ્યા ઘટે અને નાણાકીય સમાવેશનું સાચું લક્ષ્ય હાંસલ થાય.
સરકાર અને બેંકોએ નાણાકીય સાક્ષરતા, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રાહક સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, જેથી નિષ્ક્રિય ખાતાઓની સંખ્યા ઘટે અને નાણાકીય સમાવેશનું સાચું લક્ષ્ય હાંસલ થાય.
Inactive bank accounts: ભારતે નાણાકીય સમાવેશની દિશામાં ઝડપી પ્રગતિ કરી છે, પરંતુ વર્લ્ડ બેંકના નવા રિપોર્ટ 'Global Findex 2025'એ એક ચિંતાજનક હકીકત સામે લાવી છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં દર ત્રણમાંથી એક બેંક ખાતું નિષ્ક્રિય છે, એટલે કે ગત 12 મહિનામાં તેમાં કોઈ ટ્રાન્ઝેક્શન થયું નથી. આ આંકડો અન્ય વિકાસશીલ દેશોની સરખામણીએ સાત ગણો વધારે છે. ચાલો, આની પાછળના કારણો અને તેના પરિણામોને સમજીએ.
નિષ્ક્રિય બેંક ખાતું શું છે?
જે બેંક ખાતામાં એક વર્ષ સુધી કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન - જેમ કે ડિપોઝિટ, ઉપાડ કે ડિજિટલ પેમેન્ટ - ન થયું હોય, તેને બેંક દ્વારા 'Dormant' એટલે કે નિષ્ક્રિય ગણવામાં આવે છે. આવા ખાતાઓ નાણાકીય સમાવેશના લક્ષ્યને પૂર્ણ કરવામાં અડચણ ઊભી કરે છે.
ભારતમાં નિષ્ક્રિય ખાતાઓનું પ્રમાણ
વર્લ્ડ બેંકના રિપોર્ટ મુજબ, ભારતમાં 35% બેંક ખાતાઓ નિષ્ક્રિય છે. આ આંકડો વિકાસશીલ દેશોના 5%ના સરેરાશ આંકડા કરતાં સાત ગણો વધારે છે. 2021માં આ દર 35% હતો, જે 2024માં ઘટીને 16% થયો છે, પરંતુ હજુ પણ આ સંખ્યા ચિંતાજનક છે.
પ્રધાનમંત્રી જનધન યોજનાની ભૂમિકા
પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY) દ્વારા 2014થી અત્યાર સુધીમાં 54.58 કરોડથી વધુ બેંક ખાતાઓ ખોલવામાં આવ્યા છે. આ યોજનાએ નાણાકીય સમાવેશને વેગ આપ્યો, પરંતુ ઘણા ખાતાઓનો ઉપયોગ ન થતાં તે નિષ્ક્રિય થઈ ગયા. રિપોર્ટમાં જણાવાયું છે કે આ ખાતાઓ મોટાભાગે સરકારી સબસિડી કે અન્ય યોજનાઓ માટે ખોલવામાં આવ્યા હતા, પરંતુ નિયમિત ટ્રાન્ઝેક્શનના અભાવે તે નિષ્ક્રિય થઈ ગયા.
નિષ્ક્રિય ખાતાઓના મુખ્ય કારણો
* બેંકની દૂરી: લગભગ 50% લોકોએ જણાવ્યું કે બેંક શાખાઓ દૂર હોવાથી તેઓ ખાતાનો ઉપયોગ નથી કરતા.
* અવિશ્વાસ: બેંકો પર ભરોસાનો અભાવ પણ એક મોટું કારણ છે.
* આર્થિક તંગી: 40% લોકોએ કહ્યું કે તેમની પાસે ખાતામાં જમા કરવા માટે પૂરતા પૈસા નથી.
* ડિજિટલ જ્ઞાનનો અભાવ: 30% લોકો ખાતાને સ્વતંત્ર રીતે ચલાવવામાં અસમર્થતા અનુભવે છે, ખાસ કરીને ડિજિટલ બેંકિંગના જ્ઞાનની કમીને કારણે.
* જાતિ અંતર: મહિલાઓના નિષ્ક્રિય ખાતાઓનું પ્રમાણ પુરુષો કરતાં 5% વધુ છે, જે ડિજિટલ સાક્ષરતા અને આર્થિક સ્વતંત્રતાના અભાવને દર્શાવે છે.
અન્ય દેશો સાથે સરખામણી
વિકાસશીલ દેશોમાં નિષ્ક્રિય ખાતાઓનું પ્રમાણ સરેરાશ 13% છે, જ્યારે ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં લગભગ તમામ ખાતાઓ સક્રિય હોય છે. ભારતમાં નિષ્ક્રિય ખાતાઓનો દર વૈશ્વિક સરેરાશ કરતાં ઘણો વધુ છે, જે નાણાકીય સમાવેશના પડકારોને ઉજાગર કરે છે.
ઉકેલના ઉપાયો
* ડિજિટલ સાક્ષરતા: ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો અને મહિલાઓ માટે ડિજિટલ બેંકિંગની તાલીમ આપવી જરૂરી છે.
* નવી પ્રોડક્ટ્સ: માઈક્રો-ઈન્સ્યોરન્સ, ફ્લેક્સિબલ સેવિંગ્સ સ્કીમ અને નાના લોન માટે સુરક્ષિત પ્લેટફોર્મ બનાવવા.
ભારતની સિદ્ધિ
નિષ્ક્રિય ખાતાઓની સમસ્યા હોવા છતાં, ભારતે નાણાકીય સમાવેશમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. 2011માં માત્ર 35% લોકો પાસે બેંક ખાતું હતું, જે 2024માં વધીને 89% થયું છે. મહિલાઓ અને ગ્રામીણ વિસ્તારોમાં ખાતા ધારણનું પ્રમાણ અનુક્રમે 89.2% અને 89.9% થયું છે, જે જાતિ અને ભૌગોલિક અંતરને ઘટાડવાનું સૂચવે છે. UPI જેવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમે પણ નાણાકીય વ્યવહારોને સરળ બનાવ્યા છે.