Festive Season FD Rates: તમે નોકરી કરો છો કે ધંધો કરો છો, પૈસા બચાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો નાણાંનું યોગ્ય રીતે રોકાણ કરવામાં આવે તો ધીમે ધીમે એક મજબૂત બેન્ક બેલેન્સ બનાવી શકાય છે. આજે પણ દેશના મોટાભાગના લોકો પૈસા બચાવવા માટે FD ને પસંદ કરે છે. જો તમે પણ FD લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ એક સારી તક છે. ઘણી બેન્કો તહેવારોની સિઝનમાં FD પર બમ્પર વ્યાજ ઓફર કરી રહી છે. છેલ્લા બે વર્ષની સરખામણીમાં આજકાલ FD પર વધુ વ્યાજ મળી રહ્યું છે. તમારા પૈસા FDમાં સુરક્ષિત રહે છે. આ જ કારણ છે કે લોકો FD લેવાનું પસંદ કરે છે. અહીં સારું રિટર્ન પણ મળે છે. જ્યારે તમે એફડીમાં રોકાણ કરો છો, ત્યારે તમને ફુગાવાના દર કરતાં વધુ રિટર્ન મળે તે વધુ સારું છે. ઘણી બેન્કો FD પર 8 ટકાથી વધુ વ્યાજ ઓફર કરી રહી છે. ચાલો તમને આ બેન્કો વિશે જણાવીએ.