આ નવી સ્કીમનું નામ છે ‘NPS સ્વાસ્થ્ય સ્કીમ'. લોકોના મનમાં આ નવી સ્કીમને લઈને અનેક સવાલો છે કે આખરે આ યોજના શું છે, તેમાં રોકાણ કરવાથી શું ફાયદો થશે અને તેના નિયમો શું છે?
NPS Swasthya scheme: પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા તાજેતરમાં જ રોકાણકારો માટે એક શાનદાર સ્કીમ રજૂ કરવામાં આવી છે. આ નવી સ્કીમનું નામ છે ‘NPS સ્વાસ્થ્ય સ્કીમ'. લોકોના મનમાં આ નવી સ્કીમને લઈને અનેક સવાલો છે કે આખરે આ યોજના શું છે, તેમાં રોકાણ કરવાથી શું ફાયદો થશે અને તેના નિયમો શું છે?
જો તમે પણ ભવિષ્ય માટે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરી રહ્યા છો અને સાથે મેડિકલ ખર્ચની ચિંતા છે, તો આ સ્કીમ તમારા માટે જ છે. ચાલો, આ સ્કીમને લગતા તમામ સવાલોના જવાબ એકદમ સરળ ભાષામાં સમજીએ.
1. NPS સ્વાસ્થ્ય સ્કીમ શું છે?
આ નેશનલ પેન્શન સિસ્ટમની જ એક ખાસ સ્કીમ છે. તેનો મુખ્ય હેતુ રોકાણકારો માટે નિવૃત્તિ સમયે સારું ફંડ ઊભું કરવાનો છે અને સાથે જ તેમને હેલ્થ ઇન્શ્યોરન્સ અને સ્વાસ્થ્યને લગતી સેવાઓ આપવાનો છે.
2. આ સ્કીમનો લાભ કોણ લઈ શકે?
જે પણ વ્યક્તિ સામાન્ય NPS એકાઉન્ટ ખોલાવવા માટે લાયક છે, તે તમામ લોકો ‘NPS સ્વાસ્થ્ય'નો લાભ લઈ શકે છે. PFRDAની ગાઈડલાઈનમાં આ અંગેની તમામ શરતો સ્પષ્ટ કરવામાં આવી છે.
3. શું આમાં હેલ્થ ઇન્શ્યોરન્સ લેવો ફરજિયાત છે?
હા. આ સ્કીમના મુખ્ય બે ભાગ છે: એક NPS ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ અને બીજું સુપર ટોપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી. આ સ્કીમ હેઠળ જોડાનાર માટે વીમા પોલિસી લેવી ફરજિયાત છે.
4. શરૂઆતમાં કેટલા રૂપિયાથી રોકાણ કરી શકાય?
જ્યારે તમે આ એકાઉન્ટ ખોલાવો છો, ત્યારે શરૂઆતના રોકાણમાં અમુક વસ્તુઓ સામેલ હોય છે:
* પહેલા વર્ષનું વીમા પ્રીમિયમ
* હેલ્થ બેનિફિટ એડમિનિસ્ટ્રેટર માટે 200 રૂપિયાનો વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ અને ટેક્સ
એકાઉન્ટ એક્ટિવ થયા પછી, તમે તેમાં ઓછામાં ઓછા 10 રૂપિયાનું રોકાણ પણ કરી શકો છો. આ રકમનું રોકાણ PFRDA ની ગાઈડલાઈન્સ મુજબ બજારમાં કરવામાં આવશે.
6. શું બીમારી સમયે સારવાર માટે પૈસા ઉપાડી શકાય?
હા, રોકાણકાર મેડિકલ ખર્ચ દવાખાનામાં દાખલ થવાનો કે બહારની સારવારનો ખર્ચ માટે પૈસા ઉપાડી શકે છે. જોકે, આ માટે એક લિમિટ નક્કી કરાઈ છે. તમે તમારા જમા કરેલા કુલ ફંડના 25 ટકાથી વધુ રકમ ઉપાડી શકશો નહીં.
7. પૈસા કેટલી વાર ઉપાડી શકાય?
મેડિકલ ઇમરજન્સી માટે પૈસા ઉપાડવા પર કોઈ લિમિટ નથી. તમે ગમે તેટલી વાર પૈસા ઉપાડી શકો છો અને આ માટે કોઈ 'વેઇટિંગ પિરિયડ' પણ નથી. સૌથી મોટી વાત એ છે કે, આ પૈસા રોકાણકારના બેંક ખાતામાં આવવાને બદલે સીધા હોસ્પિટલ કે હેલ્થકેર પ્રોવાઈડરને ચૂકવવામાં આવશે, જેથી સારવારમાં કોઈ અડચણ ન આવે.
8. વીમા કવરમાં પરિવારના કોનો સમાવેશ થશે?
આ એક ફેમિલી ફ્લોટર પોલિસી છે. જેમાં મુખ્ય રોકાણકાર, તેમના પતિ/પત્ની અને બે આશ્રિત બાળકોને કવર મળે છે. આ સ્કીમમાં જોડાવાની ઉંમર 18 થી 70 વર્ષની વચ્ચે હોવી જોઈએ. નિયમો અનુસાર, આ પોલિસીને 85 વર્ષની ઉંમર સુધી રિન્યુ કરાવી શકાય છે.
9. વીમા કવરના વિકલ્પો કયા છે?
રોકાણકારો પોતાની જરૂરિયાત મુજબ કવર પસંદ કરી શકે છે. જેમાં 1 લાખ, 5 લાખ, 10 લાખ અને 30 લાખ રૂપિયાના કવરનો વિકલ્પ છે. આ કવર મુજબ વાર્ષિક ડિડક્શન (કપાત) અનુક્રમે 10,000, 50,000, 1 લાખ અને 3 લાખ રૂપિયા રહેશે.
10. વીમાનું પ્રીમિયમ કેવી રીતે નક્કી થશે?
પ્રીમિયમની રકમ IRDAI ના નિયમો મુજબ વીમા કંપની નક્કી કરશે. પ્રીમિયમનો આધાર રોકાણકારની ઉંમર પર રહેશે. આ માટે ઉંમરના ત્રણ સ્લેબ બનાવાયા છે: 18 થી 40 વર્ષ, 40 થી 60 વર્ષ અને 60 થી 70 વર્ષ. પહેલા વર્ષનું પ્રીમિયમ તમારે શરૂઆતમાં જ ચૂકવવું પડશે, જ્યારે આવતા વર્ષોનું રિન્યુઅલ પ્રીમિયમ તમારા NPS સ્વાસ્થ્ય ફંડમાંથી જ સીધું કટ થઈ જશે.
NPS સ્વાસ્થ્ય સ્કીમ એવા લોકો માટે એક ઉત્તમ વિકલ્પ છે જેઓ નિવૃત્તિ માટે પૈસા બચાવવાની સાથે સાથે વધતા જતા મેડિકલ ખર્ચ સામે સુરક્ષા મેળવવા માંગે છે.
(ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સમાચાર અને જાણકારીના હેતુથી છે. બજારમાં રોકાણ જોખમોને આધીન છે. કોઈપણ સ્કીમમાં રોકાણ કરતા પહેલા તમારા સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ ચોક્કસ લો.)