Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં કડાકો, દિલ્હીથી ચેન્નાઈ સુધી સોનું થયું સસ્તું, જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold Price Today: ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને ચેન્નાઈ સહિત દેશના મોટા શહેરોમાં 22 અને 24 કેરેટ ગોલ્ડના લેટેસ્ટ રેટ્સ જાણો.
જેપી મોર્ગનના રિપોર્ટ અનુસાર, વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં સોનાનો ભાવ 4300 ડોલર પ્રતિ ઔંસ અને ચોથા ક્વાર્ટરમાં 4,500 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે.
Gold Price Today : જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક રાહતના સમાચાર છે. ભારતીય બુલિયન માર્કેટમાં સોનાની કિંમતોમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો છે. 6 જુલાઈની સવારે દેશના મોટાભાગના શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ ગોલ્ડ સસ્તું થયું છે. રાજધાની દિલ્હીથી લઈને ચેન્નાઈ સુધી કિંમતોમાં રાહત જોવા મળી રહી છે.
ગયા અઠવાડિયે કેવી હતી માર્કેટની સ્થિતિ?
છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો, સોનાના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. 24 કેરેટ ગોલ્ડની કિંમતમાં 2780 રૂપિયા અને 22 કેરેટ ગોલ્ડની કિંમતમાં 2550 રૂપિયા સુધીનો મોટો વધારો જોવા મળ્યો હતો. પરંતુ હવે આ તેજી પર બ્રેક વાગી છે. આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો, હાજર સોનું (Spot Gold) હાલમાં 4,175.02 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર ટ્રેડ થઈ રહ્યું છે.
દેશના મોટા શહેરોમાં આજના સોનાના ભાવ (પ્રતિ 10 ગ્રામ)
અમદાવાદ
અહીં 24 કેરેટ સોનાનો ભાવ 146770 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 134810 રૂપિયા છે.
દિલ્હી
રાજધાનીમાં 24 કેરેટ સોનાની કિંમત ઘટીને 146870 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 134640 રૂપિયા ચાલી રહ્યો છે.
મુંબઈ અને કોલકાતા
આ બંને મેટ્રો શહેરોમાં 24 કેરેટ સોનું 146720 રૂપિયા અને 22 કેરેટ સોનું 134490 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે.
ચેન્નાઈ
અહીં 24 કેરેટ ગોલ્ડની કિંમત 149450 રૂપિયા અને 22 કેરેટ ગોલ્ડની કિંમત 134540 રૂપિયા છે.
પુણે અને બેંગલુરુ
આ શહેરોમાં 24 કેરેટનો ભાવ 146720 રૂપિયા અને 22 કેરેટનો ભાવ 134490 રૂપિયા નોંધાયો છે.
દુનિયાની પ્રખ્યાત ફાઇનાન્શિયલ સંસ્થા જેપી મોર્ગનનું માનવું છે કે, આ વર્ષે સોનાની કિંમતોમાં વધારો તો થશે, પરંતુ તે એકદમ સીમિત રહેશે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે, મુખ્ય સેક્ટરો તરફથી સોનાની જેટલી માંગ નીકળવાની અપેક્ષા હતી, તેટલી મજબૂત માંગ જોવા મળી રહી નથી.
જેપી મોર્ગનના રિપોર્ટ અનુસાર, વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં સોનાનો ભાવ 4300 ડોલર પ્રતિ ઔંસ અને ચોથા ક્વાર્ટરમાં 4,500 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે.
ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો
સોનાની સાથે સાથે ચાંદીની ચમક પણ થોડી ફિકી પડી છે. 6 જુલાઈની સવારે ચાંદીનો ભાવ ઘટીને 249900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે. નોંધનીય છે કે, વીતેલા એક અઠવાડિયામાં ચાંદીના ભાવમાં 10000 રૂપિયાનો મોટો ઉછાળો આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં હાજર ચાંદીની કિંમત 62.47 ડોલર પ્રતિ ઔંસ પર છે.