Gold Silver Price Today 18 April 2023: આજે સપ્તાહના બીજા દિવસે મંગળવારે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બુલિયન માર્કેટમાં સોનાના ભાવ 60,000 રૂપિયાની ઉપર કારોબાર થઈ રહી છે. સોનાનો ભાવ 150 રૂપિયાથી ઘટીને 60,479 રૂપિયા પર કારોબાર થઈ રહ્યો છે. ગઈકાલે સોમવારે 24 કેરેટ સોનાનો ભાવ 60,629 રૂપિયા પર બંધ થયો હતો. આજે ચાંદીના ભાવમાં પણ ઘટાડો રહ્યો છે. ચાંદીનો ભાવ 956 રૂપિયા ઘટીને 74,574 રૂપિયા પર કારોબાર કરી રહ્યા છે.
60,400 રૂપિયાની ઉપર ગોલ્ડ
IBJA ની વેબસાઈટ પર આપ્યા સોના અને ચાંદીના રેટ નીચે ટેબલમાં આપવામાં આવ્યા છે. ટેબલમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાથી લઈને 14 કેરેટ ગોલ્ડના રેટ આપવામાં આવ્યા છે. સાથે જ એક કિલોગ્રામ ચાંદીના રેટ આપવામાં આવ્યા છે. સોના અને ચાંદીના આજના રેટની તુલના કાલ 17 એપ્રિલના બંધ ભાવથી કરી છે. આ રહ્યા બુલિયાન માર્કેટમાં 10 ગ્રામ સોના અને 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ.....
આ રહ્યા જ્વેલરી માર્કેટમાં સોના-ચાંદીના સવારના ભાવ
ગોલ્ડના ભાવ - એક્સપર્ટની સલાહ
જો એક્સપર્ટની માનીએ તો સોનાના ભાવ આ વર્ષ 64,000 રૂપિયાના ભાવને પાર કરી શકે છે. કેડિયા એડવાઈઝરીના ડાયરેક્ટર અજય કેડિયાના માતે તો આ વર્ષ સોનાના ભાવમાં તેજી રહી શકે છે અને ભાવ 64,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. હવે જોવા વાળી વાક છે કે આ સ્તર પર વર્ષ 2023માં ક્યાર સુધી આવશે.