Gold Rate Today: 24 કેરેટ સોનાનો ભાવ 60,000ને પાર, જાણો અમદાવાદ સહિત નોઈડા અને દિલ્હીમાં કેટલું મોંઘુ થયું સોનું? | Moneycontrol Gujarati
Get App

Gold Rate Today: 24 કેરેટ સોનાનો ભાવ 60,000ને પાર, જાણો અમદાવાદ સહિત નોઈડા અને દિલ્હીમાં કેટલું મોંઘુ થયું સોનું?

Gold Rate Today: સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં સોનાની રિટેલ કિંમત 12મી જુલાઈએ ઘણા શહેરોમાં રૂપિયા 60,000ના લેવલે ટ્રેડ થઈ રહ્યો છે. 24Kના 10 ગ્રામ સોનાની કિંમત દિલ્હીમાં રૂપિયા 60,150 છે. 22 કેરેટ સોનાની કિંમત 55,150 રૂપિયા છે. જ્યારે ચાંદીનો ભાવ 73,600 રૂપિયા પ્રતિ કિલો હતો.

અપડેટેડ 11:22:17 AM Jul 13, 2023 પર
Story continues below Advertisement
જો ગ્લોબલ અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું છે, તો ઇન્વેસ્ટર્સ સોનાને સુરક્ષિત રોકાણ તરીકે જોશે. તેનાથી સોનાની કિંમતમાં વધારો થશે.

Gold Rate Today: સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં સોનાની રિટેલ કિંમત 12મી જુલાઈએ ઘણા શહેરોમાં રૂપિયા 60,000ના લેવલે ટ્રેડ થઈ રહી છે. 24K ના 10 ગ્રામ સોનાની કિંમત દિલ્હીમાં રૂપિયા 60,150 છે. 22 કેરેટ સોનાની કિંમત 55,150 રૂપિયા છે. જ્યારે ચાંદીનો ભાવ કિલો દીઠ રૂપિયા 73,600 રહ્યો હતો. અહીં જાણો 13 જુલાઈએ દેશના અલગ-અલગ રાજ્યોમાં સોનાના ભાવ શું છે.

અમદાવાદમાં સોનાનો ભાવ

દેશના અન્ય શહેરોની વાત કરીએ તો ગુજરાતના અમદાવાદમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 55,050 રૂપિયા છે અને 24 કેરેટ સોનાની કિંમત 10 ગ્રામ દીઠ 60,050 રૂપિયા છે.


નોઈડામાં સોનાનો ભાવ

નોઈડામાં 22 કેરેટ સોનાની કિંમત 55,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. 24 કેરેટ માટે ગ્રાહકોએ 10 ગ્રામ દીઠ 60,150 રૂપિયા ચૂકવવા પડશે.

ચેન્નઈમાં સોનાનો ભાવ

ચેન્નાઈમાં 22 કેરેટ સોનું 55,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું. તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં 24 કેરેટ સોનાની રિટેલ કિંમત 60,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

પટણામાં સોનાનો ભાવ

પટણામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા54,050 હતો. 24 કેરેટ માટે ગ્રાહકોએ 10 ગ્રામ દીઠ 60,050 રૂપિયા ચૂકવવા પડશે.

લખનઉમાં સોનાનો ભાવ

લખનઉમાં 22 કેરેટ સોનાની કિંમત 55,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. 24 કેરેટ માટે ગ્રાહકોએ 10 ગ્રામ દીઠ 60,150 રૂપિયા ચૂકવવા પડશે.

આ છે આ શહેરોમાં 24 અને 22 કેરેટ સોનાનો ભાવ

શહેર 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
દિલ્હી 55,150 60,150
મુંબઈ 55,000 60,000
કોલકાતા 55,000 60,000
લખનઉ 55,150 60,150
બેંગ્લોર 55,000 60,000
જયપુર 55,150 60,150
પટણા 55,050 60,050
ભુવનેશ્વર 55,000 60,000
હૈદરાબાદ 55,000 60,000

આના આધારે સોનાના ભાવ નક્કી કરવામાં આવે છે

સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને પુરવઠાના આધારે નક્કી થાય છે. જો સોનાની માંગ વધશે તો ભાવ પણ વધશે. સોનાનો પુરવઠો વધશે તો ભાવ ઘટશે. સોનાના ભાવ પર ગ્લોબલ આર્થિક સ્થિતિની પણ અસર થાય છે. ઉદાહરણ તરીકે, જો ગ્લોબલ અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું છે, તો ઇન્વેસ્ટર્સ સોનાને સુરક્ષિત રોકાણ તરીકે જોશે. તેનાથી સોનાની કિંમતમાં વધારો થશે.

આ પણ વાંચો - Delhi flood: દિલ્હીમાં પૂરનો ખતરો, યમુના કિનારે હાહાકાર, પાણીનું લેવલ 208 મીટરને પાર

MoneyControl News

MoneyControl News

First Published: Jul 13, 2023 11:22 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.