કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ આ વર્ષે ઓક્ટોબરમાં 13.41 લાખ નવા સભ્યો ઉમેર્યા છે. આ માહિતી લેટેસ્ટ પેરોલ ડેટા પરથી મળી છે. શ્રમ મંત્રાલયે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ રોજગારની તકોમાં વધારો અને કર્મચારીઓના લાભો વિશેની જાગૃતિને પ્રતિબિંબિત કરે છે, જેને EPFOની પહોંચ વિસ્તારવા માટે વિવિધ અસરકારક કાર્યક્રમો દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. નિવેદન અનુસાર, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને ઓક્ટોબર, 2024 માટે પેરોલ ડેટા જાહેર કર્યો છે, જેમાં 13.41 લાખ સભ્યોનો ચોખ્ખો વધારો થયો છે. ડેટા અનુસાર, EPFOએ ઓક્ટોબર, 2024માં લગભગ 7.50 લાખ નવા સભ્યોની નોંધણી કરી હતી. મંત્રાલયે કહ્યું કે નવા સભ્યોની સંખ્યામાં આ વધારો રોજગારીની તકોમાં વધારો, કર્મચારીઓના લાભો વિશે જાગૃતિ અને EPFOની પહોંચ વધારવા માટે વિવિધ અસરકારક કાર્યક્રમોને કારણે શક્ય બન્યો છે.