ઈઝરાયેલે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થ સેક્ટરમાં નોકરીઓ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે. ઇઝરાયેલને 10 હજાર બાંધકામ કામદારો અને પાંચ હજાર સંભાળ રાખનારાઓની જરૂર છે. માહિતી અનુસાર, ઇઝરાયેલે 10,000 બાંધકામ કામદારો અને 5000 સંભાળ રાખનારાઓ માટે પુનઃ ભરતી અભિયાન ચલાવવા માટે ભારતનો સંપર્ક કર્યો છે. ઈઝરાયેલની કંપનીઓ સાથે સંકળાયેલી ટીમો આગામી સપ્તાહમાં ભારતની મુલાકાત લેશે.
10 પાસ લોકો પણ અરજી કરી શકશે
1.92 લાખ રૂપિયા પ્રતિ માસનો પગાર સાથે મફત ભોજન અને રહેઠાણ
ઈઝરાયેલે કહ્યું છે કે પસંદ કરાયેલા લોકોને મેડિકલ ઈન્સ્યોરન્સ, ફૂડ અને એકમોડેશન સહિત દર મહિને 1.92 લાખ રૂપિયાનો પગાર મળશે. આ ઉમેદવારોને દર મહિને 16,515 રૂપિયાનું બોનસ પણ આપવામાં આવશે. ઈઝરાયેલ માટે બાંધકામ કામદારોની ભરતીના પ્રથમ રાઉન્ડમાં કુલ 16832 ઉમેદવારોએ કૌશલ્ય કસોટી આપી હતી, જેમાંથી 10349 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. નવેમ્બર 2023 માં સરકાર-થી-સરકાર (G2G) કરાર પર હસ્તાક્ષર થયા પછી રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ (NSDC) ભરતી માટે તમામ રાજ્યોમાં ગઈ હતી.
ઈઝરાયેલ જતા પહેલા ટ્રેનિંગ લેવી પડશે
ઇઝરાયેલ માટે ભારત છોડતા પહેલા તમામ ઉમેદવારોએ તાલીમ લેવી ફરજિયાત છે. તેમાં ઇઝરાયેલની સંસ્કૃતિ અને જીવનશૈલીને સમજવા અને તેમના નવા ઘરની આદત પાડવા માટેની માર્ગદર્શિકા શામેલ છે. ભરતી અભિયાનનો પ્રથમ રાઉન્ડ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને તેલંગાણામાં હાથ ધરવામાં આવ્યો હતો. મે 2023 માં ભારત અને ઇઝરાયેલ દ્વારા ભારતીયોના કામચલાઉ રોજગાર પર ફ્રેમવર્ક કરારની શરૂઆત પછી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.