UPI લાઇટ યુઝર્સ માટે સારા સમાચાર! તમારા બેન્ક એકાઉન્ટમાં પૈસા લઈ શકો છો પાછા, જાણો કેવી રીતે
UPI Lite: હવે UPI Lite યુઝર્સને તેમનું બેલેન્સ ઉપાડવા માટે તેને ડિસેબલ કરવાની જરૂર નહીં પડે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ એક નવા પરિપત્રમાં બેન્કો, પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સ (PSPs) અને UPI લાઇટ-અનેબલ એપ્સને 31 માર્ચ, 2025 સુધીમાં 'ટ્રાન્સફર આઉટ' ફિચર લાગુ કરવા નિર્દેશ આપ્યો છે.
હવે બેન્કે લાઇટ રેફરન્સ નંબર (LRN) બેલેન્સને NPCI ડેટા સાથે મેચ કરવાનું રહેશે.
UPI Lite: હવે UPI લાઈટ યુઝર્સને બેલેન્સ ઉપાડવા માટે તેને ડિસેબલ કરવાની જરૂર રહેશે નહીં. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ એક નવા પરિપત્રમાં બેન્કો, પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સ (PSPs) અને UPI લાઇટ-અનેબલ એપ્સને 31 માર્ચ, 2025 સુધીમાં 'ટ્રાન્સફર આઉટ' ફિચર લાગુ કરવા નિર્દેશ આપ્યો છે.
UPI લાઇટ યુઝર માટે શું બદલાશે?
અત્યાર સુધી, UPI લાઇટ વોલેટમાં ફક્ત પૈસા ઉમેરવાની ફિચર હતી પરંતુ તેને ઉપાડવાનો કે બેન્કમાં પાછા ટ્રાન્સફર કરવાનો કોઈ ઓપ્શન નહોતો. બેલેન્સનો ઉપયોગ કરવા માટે, યુઝર્સે પહેલા UPI લાઈટને ડિસેબલ કરવું પડ્યું, ત્યારબાદ તેમનું બાકી રહેલું બેલેન્સ બેન્ક એકાઉન્ટમાં પાછું આવી જશે.
હવે નવી ‘ટ્રાન્સફર આઉટ' ફિચર સાથે, યુઝર્સ UPI લાઇટને ડિસેબલ કર્યા વિના તેમનું બેલેન્સ ઉપાડી શકશે અને તેને તેમના લિંક કરેલા બેન્ક એકાઉન્ટમાં પાછું ટ્રાન્સફર કરી શકશે. આ ટ્રાન્જેક્શનને ઓળખવા માટે, NPCI એ 'પરપઝ કોડ 46' નક્કી કર્યો છે.
UPI Liteમાં આ નવા અપડેટ્સ હશે
હવે બેન્કે લાઇટ રેફરન્સ નંબર (LRN) બેલેન્સને NPCI ડેટા સાથે મેચ કરવાનું રહેશે. હવે તે પહેલા કરતાં વધુ સુરક્ષિત બનશે કારણ કે UPI લાઇટનો ઉપયોગ કરતી એપ્સને હવે અનધિકૃત ઍક્સેસ અટકાવવા માટે એપ પાસકોડ, બાયોમેટ્રિક પ્રમાણીકરણ અથવા પેટર્ન લોકની જરૂર પડશે.
UPI Liteને કેવી રીતે એક્ટિવેટ કરવું?
તમારા સ્માર્ટફોનમાં UPI એપ ખોલો.
UPI લાઇટ અનેબલ કરવા માટે ઓપ્શન પસંદ કરો.
શરતો અને નિયમો સ્વીકારો.
વૉલેટમાં ઉમેરવા માટેની રકમ દાખલ કરો.
લિંક કરેલ બેન્ક એકાઉન્ટમાંથી પેમેન્ટ કરો.
UPI પિન દાખલ કરીને વેરિફાઇ કરો.
એક્ટિવેશન પછી યુઝર્સ UPI પિન દાખલ કર્યા વિના નાની રકમની પેમેન્ટ કરી શકશે. આ ફિચર યુઝર્સને વધુ સુગમતા અને કંટ્રોલ આપશે. જો જરૂર પડે તો તેઓ તેમના મુખ્ય UPI એકાઉન્ટમાં અથવા અન્ય કોઈપણ લિંક્ડ બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકશે. આનાથી નાના અને વારંવાર થતા ટ્રાન્જેક્શનો સરળ બનશે અને UPI લાઇટ વધુ અનુકૂળ બનશે.