ખુશખબર! Home Loan થઈ એકદમ સસ્તી, આ બેંકો માત્ર 7% વ્યાજે આપી રહી છે લોન, ફટાફટ ચેક કરો લિસ્ટ | Moneycontrol Gujarati
Get App

ખુશખબર! Home Loan થઈ એકદમ સસ્તી, આ બેંકો માત્ર 7% વ્યાજે આપી રહી છે લોન, ફટાફટ ચેક કરો લિસ્ટ

Home Loan Interest Rate 2026: શું તમે નવું ઘર લેવાનું વિચારી રહ્યા છો? ઓગસ્ટ 2026માં કેટલીક બેંકો માત્ર 7%ના વ્યાજ દરે હોમ લોન આપી રહી છે. જાણો SBI, HDFC સહિતની બેંકોના લેટેસ્ટ વ્યાજ દર અને શરતો.

અપડેટેડ 12:41:45 PM Aug 31, 2026 પર
Story continues below Advertisement
કેટલીક બેંકો ગ્રાહકોને આકર્ષવા માટે માત્ર 7%ના શરૂઆતી વ્યાજ દરે હોમ લોન ઓફર કરી રહી છે. ખાસ કરીને સરકારી બેંકો આ રેસમાં સૌથી આગળ છે.

Home Loan Interest Rate 2026: પોતાના સપનાનું ઘર ખરીદવું એ દરેક માણસની ઈચ્છા હોય છે. જો તમે પણ ઘર લેવા માટે હોમ લોન લેવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારા માટે એકદમ રાહતના સમાચાર છે. ઓગસ્ટ 2026ના નવા આંકડાઓ મુજબ, હોમ લોન હવે સસ્તી થઈ ગઈ છે. કેટલીક બેંકો ગ્રાહકોને આકર્ષવા માટે માત્ર 7%ના શરૂઆતી વ્યાજ દરે હોમ લોન ઓફર કરી રહી છે. ખાસ કરીને સરકારી બેંકો આ રેસમાં સૌથી આગળ છે. પૈસા બજાર દ્વારા 26 ઓગસ્ટ 2026ના રોજ જાહેર કરાયેલા લેટેસ્ટ રિપોર્ટ મુજબ, ચાલો જાણીએ કઈ બેંક કેટલા ટકા વ્યાજે હોમ લોન આપી રહી છે.

* સરકારી બેંકોની શાનદાર ઓફર્સ

જો તમે સરકારી બેંકમાંથી લોન લેવા માંગો છો, તો અહીં તમને સૌથી સસ્તા ઓપ્શન મળી રહેશે.

Bank of Maharashtra અને Central Bank of India: આ બંને બેંકો ગ્રાહકોને સૌથી સસ્તા એટલે કે માત્ર 7%ના પ્રારંભિક દરે લોન આપી રહી છે.

Bank of India: અહીં હોમ લોનનો વ્યાજ દર 7.10%થી શરૂ થાય છે.


UCO Bank અને Union Bank of India: આ બેંકોનો શરૂઆતી વ્યાજ દર 7.15% છે.

Canara Bank: જો તમે 30 લાખ રૂપિયા સુધીની લોન લો છો તો 7.25% વ્યાજ લાગશે, પણ જો તમારી લોન 75 લાખથી વધુની છે, તો વ્યાજ દર ઘટીને 7.15% થઈ જશે.

State Bank of India (SBI): દેશની સૌથી મોટી બેંક SBI તમામ રકમના સ્લેબ પર 7.25% ના શરૂઆતી દરે લોન આપી રહી છે.

* ખાનગી બેંકોના લેટેસ્ટ વ્યાજ દર

પ્રાઇવેટ સેક્ટરમાં પણ કેટલીક બેંકો આકર્ષક ઓફર આપી રહી છે.

South Indian Bank: ખાનગી બેંકોમાં આ બેંક સૌથી સસ્તી લોન આપી રહી છે, જેનો દર 7.25% છે.

Karnataka Bank: અહીં વ્યાજ દર 7.48% થી શરૂ થાય છે.

ICICI Bank: આ પ્રખ્યાત બેંકમાં હોમ લોનનો શરૂઆતી દર 7.55% છે.

HDFC Bank અને Axis Bank: HDFCનો વ્યાજ દર 7.75% છે, જ્યારે એક્સિસ બેંક 8% વ્યાજે લોન આપી રહી છે.

RBL Bank: આ બેંકની હોમ લોન થોડી મોંઘી છે, અહીં પ્રારંભિક દર 9% જેટલો ઊંચો છે.

* હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પણ નથી પાછળ

માત્ર બેંકો જ નહીં, પણ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પણ ગ્રાહકોને આકર્ષવા સસ્તા દર ઓફર કરી રહી છે.

LIC Housing Finance: અહીં વ્યાજ દર 7.15%થી શરૂ થાય છે.

Bajaj Housing Finance: આ કંપની 7.25%ના દરે લોન આપે છે.

ICICI Home Finance: અહીં 7.50%ના દરે હોમ લોન મળી રહી છે.

PNB Housing Finance: જો તમારી લોન 30 લાખ રૂપિયા સુધીની છે, તો પ્રારંભિક વ્યાજ દર 7.75% રહેશે.

લોન લેતા પહેલા આ ખાસ ધ્યાનમાં રાખો:

અહીં એક વાત સમજવી ખૂબ જરૂરી છે કે જાહેરાતમાં જે સૌથી ઓછો વ્યાજ દર જેમ કે 7% દેખાય છે, તે દરેક ગ્રાહકને મળશે જ એવું નક્કી હોતું નથી. બેંકો ગ્રાહકનો ક્રેડિટ સ્કોર (CIBIL), દર મહિનાની આવક, નોકરીની પ્રોફાઈલ અને લોનની રકમ જોયા પછી જ ફાઈનલ વ્યાજ દર નક્કી કરે છે.

તેથી, કોઈપણ એક બેંકમાં ફાઈલ મૂકતા પહેલા 3 થી 4 બેંકોની ઓફર સરખાવી લેવી જોઈએ. લોન લેતી વખતે માત્ર વ્યાજ દર જ નહીં, પણ બેંકની પ્રોસેસિંગ ફી, છુપા ચાર્જીસ અને આખી મુદત દરમિયાન તમારે કુલ કેટલું વ્યાજ ચૂકવવું પડશે તેની ગણતરી ચોક્કસથી કરવી જોઈએ.

આ પણ વાંચો- નેપાળમાં જળપ્રલયનો કહેર: હાઇડ્રો પ્રોજેક્ટની ટનલમાં 900થી વધુ ફસાયા, 903ના મોત, જાણો રેસ્ક્યૂ ઓપરેશનની લેટેસ્ટ અપડેટ

MoneyControl News

MoneyControl News

First Published: Aug 31, 2026 12:41 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.