GST on Hostel-PG Rent: ખાદ્ય ખોરાકી બાદ હવે હોસ્ટેલ-પીજીમાં રહેતા લોકો પર મોંઘવારી વિસ્ફોટ, હવે ભાડા પર આપવો પડશે 12% GST | Moneycontrol Gujarati
Get App

GST on Hostel-PG Rent: ખાદ્ય ખોરાકી બાદ હવે હોસ્ટેલ-પીજીમાં રહેતા લોકો પર મોંઘવારી વિસ્ફોટ, હવે ભાડા પર આપવો પડશે 12% GST

GST on Hostel-PG Rent: જો તમે હોસ્ટેલ કે પીજીમાં રહો છો તો તમારા માટે એક ખરાબ સમાચાર છે. હવે વિદ્યાર્થીઓએ હોસ્ટેલ અથવા પીજીના ભાડા માટે વધુ જીએસટી ચૂકવવો પડશે. ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ (AAR) એ હોસ્ટેલ અને પીજીના ભાડા પર 12 ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાદવાનો આદેશ આપ્યો છે. એટલે કે હોસ્ટેલ અને પીજીમાં રહેતા વિદ્યાર્થીઓએ હવે વધુ ફી ચૂકવવી પડશે.

અપડેટેડ 05:42:59 PM Jul 31, 2023 પર
Story continues below Advertisement
સરકારના આ નિર્ણયથી પીજી કે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ અને નોકરી કરતા લોકો પર બોજ વધશે.

GST on Hostel-PG Rent: જો તમે હોસ્ટેલ અથવા પીજીમાં રહો છો તો તમારા માટે એક ખરાબ સમાચાર છે. હવે વિદ્યાર્થીઓએ હોસ્ટેલ અથવા પીજી (પેઇંગ ગેસ્ટ)ના ભાડા માટે વધુ GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) ચૂકવવો પડશે. ઓથોરિટી ઓફ એડવાન્સ રુલીંગ્સ (AAR) એ બે અલગ-અલગ કેસોની સુનાવણી બાદ હોસ્ટેલ અને પીજીના ભાડા પર 12 ટકા GST લાદવાનો આદેશ આપ્યો છે. એટલે કે હોસ્ટેલ અને પીજીમાં રહેતા વિદ્યાર્થીઓએ હવે વધુ પૈસા ચૂકવવા પડશે. AARએ કહ્યું કે રહેણાંક મિલકત અને પીજી કે હોસ્ટેલ એક સમાન નથી. તેથી, સમાન નિયમ બંને માટે લાગુ કરી શકાય નહીં.

ઓથોરિટી ઓફ એડવાન્સ રુલીંગ્સની બેંગ્લોર બેન્ચે જણાવ્યું હતું કે હોસ્ટેલ રહેણાંક એકમો જેવી નથી અને તેથી તેને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માંથી મુક્તિ આપવામાં આવતી નથી. શ્રીસાઈ લક્ઝરી સ્ટેઝ એલએલપીની અરજી પરના ચુકાદામાં, AAR એ નોંધ્યું કે 17 જુલાઈ, 2022 સુધી, GST મુક્તિ હોટલ, ક્લબ, કેમ્પસાઈટની આવાસ સેવાઓ પર દરરોજ 1,000 રૂપિયા સુધીના ચાર્જ સાથે લાગુ હતી.

"હોસ્ટેલ/પેઇંગ ગેસ્ટ રેન્ટ GST મુક્તિ માટે એલિજીબલ નથી, કારણ કે અરજદારની સેવાઓ રહેણાંક મકાન ભાડે આપવા સમાન નથી," બેંગલુરુ બેન્ચે કહ્યું, સમાચાર એજન્સી PTI અનુસાર. "રહેણાંક જગ્યા કાયમી રહેઠાણ માટે છે અને તેમાં ગેસ્ટ હાઉસ, લોજ અથવા તેના જેવા અન્યનો સમાવેશ થતો નથી,"


બેંગલુરુ ઉપરાંત, રાજધાની દિલ્હીની બાજુમાં આવેલી નોઈડા સ્થિત VS સંસ્થા અને હોસ્ટેલ પ્રાઈવેટ લિમિટેડની સમાન અરજી પર લખનઉ બેન્ચે કહ્યું છે કે દરરોજ 1,000 રૂપિયાથી ઓછી કિંમતની હોસ્ટેલ પર GST લાગુ થશે. આ નિયમ 18 જુલાઈ 2022થી લાગુ થશે.

તમને જણાવી દઈએ કે સરકારના આ નિર્ણયથી પીજી કે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ અને નોકરી કરતા લોકો પર બોજ વધશે. AMRG એન્ડ એસોસિએટ્સના સિનિયર પાર્ટનર રજત મોહને જણાવ્યું હતું કે છાત્રાલયો અને પીજીમાં વિદ્યાર્થીઓના આવાસ પર 12 ટકા ટેક્સ ભારતીય પરિવારોની કિંમતમાં વધારો કરશે.

આ પણ વાંચો-Adani Green Q1 Result : જૂન ક્વાર્ટરમાં નફો 51% વધ્યો, રેવન્યુમાં 33%નો ઉછાળો

MoneyControl News

MoneyControl News

First Published: Jul 31, 2023 5:42 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.