PPF Account: શું તમે પણ તમારા બાળકના સુરક્ષિત ભવિષ્ય, ઉચ્ચ શિક્ષણ કે લગ્ન માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ખાતું ખોલાવવાનું વિચારી રહ્યા છો? જો હા, તો ઇન્કમ ટેક્સ અને PPF નો આ એક ખૂબ જ મહત્વનો નિયમ તમારે જાણવો જ જોઈએ.
PPF Account: શું તમે પણ તમારા બાળકના સુરક્ષિત ભવિષ્ય, ઉચ્ચ શિક્ષણ કે લગ્ન માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ખાતું ખોલાવવાનું વિચારી રહ્યા છો? જો હા, તો ઇન્કમ ટેક્સ અને PPF નો આ એક ખૂબ જ મહત્વનો નિયમ તમારે જાણવો જ જોઈએ.
મોટાભાગના માતા-પિતા એવું માની લે છે કે બાળકના PPF ખાતામાં અલગથી 1.5 લાખ જમા કરવાની છૂટ મળે છે. પરંતુ, આવકવેરાના નિયમો મુજબ આવું બિલકુલ નથી. ચાલો સરળ ભાષામાં સમજીએ કે આ નિયમનું ગણિત શું છે.
શું છે 1.5 લાખની કમ્બાઇન્ડ લિમિટનો નિયમ?
નિયમ મુજબ, માતા-પિતા અને બાળકના PPF ખાતાને જોડીને એક નાણાકીય વર્ષમાં વધુમાં વધુ 1.5 લાખ જમા કરી શકાય છે. તમને બાળકના ખાતા માટે અલગથી કોઈ વધારાની લિમિટ મળતી નથી. જો માતા-પિતા બંને પૈસા જમા કરે તો: જો માતા બાળકના ખાતામાં 1 લાખ જમા કરે છે, તો પિતા તે જ વર્ષે તે ખાતામાં માત્ર 50,000 જ જમા કરી શકે છે. જો બંને અલગ-અલગ 1.5 લાખ (કુલ 3 લાખ) જમા કરી દે, તો તે નિયમોનું ઉલ્લંઘન ગણાશે.
જો તમારું પોતાનું PPF ખાતું હોય તો
જો તમારું પોતાનું PPF ખાતું છે અને તમે બાળકના ખાતામાં પણ પૈસા નાખો છો, તો આ 1.5 લાખની લિમિટ બંને ખાતા પર સંયુક્ત રીતે લાગુ પડે છે. દાખલા તરીકે, જો તમે તમારા પોતાના ખાતામાં 1 લાખ નાખો છો, તો બાળકના ખાતામાં વધુમાં વધુ 50,000 જ જમા કરી શકશો.
લિમિટ કરતા વધુ પૈસા જમા થાય તો શું નુકસાન?
જો તમે ભૂલથી કમ્બાઇન્ડ લિમિટ (1.5 લાખ) કરતા વધુ પૈસા જમા કરી દો છો, તો તે વધારાની રકમ પર તમને કોઈ જ વ્યાજ મળશે નહીં. તે વધારાના પૈસા કોઈપણ જાતના નફા વિના તમને પાછા આપી દેવામાં આવશે.
બાળક 18 વર્ષનું થાય ત્યારે શું કરવું?
આ નિયમો સમજવા કેટલા જરૂરી છે તે કેરળ હાઈકોર્ટના એક કેસ પરથી જાણી શકાય છે. એક માતાએ પોતાના બાળકોના નામે PPF ખાતું ખોલાવ્યું અને બાળકો 18 વર્ષના થઈ ગયા પછી પણ તેમાં વાલી તરીકે પૈસા જમા કરવાનું ચાલુ રાખ્યું.
કોર્ટે ચુકાદો આપ્યો કે જ્યારે બાળક 18 વર્ષનું થઈ જાય, ત્યારે ખાતાનું સ્ટેટસ બદલાઈ જાય છે. બાળક 18 વર્ષનું થતાં જ તે PPF ખાતું કાયદેસર રીતે તેના નામે સ્વતંત્ર રીતે ટ્રાન્સફર કરાવવું જરૂરી છે. ત્યારબાદ જ તે બાળક પોતાની અલગ 1.5 લાખની લિમિટનો હકદાર બને છે.
ટેક્સ બેનિફિટ અને વ્યાજની મહત્વની વાતો
Section 80C ની છૂટ: PPFમાં જમા રકમ પર કલમ 80C હેઠળ ટેક્સમાં છૂટ મળે છે. જોકે, આ છૂટ પણ મહત્તમ 1.5 લાખની કુલ મર્યાદા સુધી જ સીમિત છે.
ટેક્સ-ફ્રી વ્યાજ: PPF પર મળતું વ્યાજ અને પાકતી મુદતે મળતી રકમ સંપૂર્ણપણે ટેક્સ-ફ્રીહોય છે.
ડિસ્ક્લેમર: આ સમાચાર પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) નિયમો અને આવકવેરા કાયદાની જોગવાઈઓ પર આધારિત છે. તમારા PPF ખાતા સંબંધિત કોઈપણ મોટા નાણાકીય નિર્ણયો અથવા કર આયોજન કરતા પહેલા કૃપા કરીને તમારા કર સલાહકાર અથવા નાણાકીય નિષ્ણાતની સલાહ લો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.