જાહેર ક્ષેત્રની બેન્કોએ મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ તેમના કસ્ટમર્સ પાસેથી લગભગ રૂપિયા 8,495 કરોડ વસૂલ કર્યા હતા
તાજેતરમાં એક સમાચાર આવ્યા હતા કે જાહેર ક્ષેત્રની બેન્કોએ મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ તેમના કસ્ટમર્સ પાસેથી લગભગ રૂપિયા 8,495 કરોડ વસૂલ કર્યા હતા. આ સમાચારે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. તમને જણાવી દઈએ કે દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક (SBI) છેલ્લા કેટલાક સમયથી મિનિમમ બેલેન્સ ન રાખવા માટે કોઈ ફી વસૂલતી નથી. જો કે, અન્ય ઘણી સરકારી બેન્કો આ ચાર્જ વસૂલ કરી રહી છે. પંજાબ નેશનલ બેન્કે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ 1,538 કરોડ રૂપિયાની પેનલ્ટી વસૂલ કરી છે. ચાલો જાણીએ કે હાલમાં કઈ બેન્ક મિનિમમ બેલેન્સ ન રાખવા માટે શું ચાર્જ વસૂલ કરી રહી છે.
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા
2020થી SBI સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન રાખવા માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.
ICICI બેન્ક
આ બેન્કમાં મિનિમમ મિનિમમ બેલેન્સ 5000 રૂપિયા છે. આને જાળવવામાં નિષ્ફળતા માટે જરૂરી MABમાં 100 રૂપિયા + 5%નો દંડ લાગે છે.
HDCF બેન્ક
HDFC બેન્કમાં મેટ્રો અને શહેરોના વિસ્તારો માટે સરેરાશ માસિક બેલેન્સ રૂપિયા 10,000 છે અથવા એક વર્ષ અને એક દિવસ માટે રૂપિયા 1 લાખની FD જરૂરી છે. અર્ધ-શહેરી માટે આ નિયમ 1 વર્ષ 1 દિવસના સમયગાળા માટે રૂપિયા 5,000 અથવા રૂપિયા 50,000ની FD છે. જો તે જાળવવામાં ન આવે તો, સરેરાશ બેલેન્સમાં ઘટાડાનો 6% અથવા રૂપિયા 600 (જે ઓછું હોય તે) દંડ વસૂલવામાં આવે છે.
PNB
એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ ગ્રામીણ વિસ્તારો માટે 400 રૂપિયા, અર્ધ-શહેરી માટે 500 રૂપિયા અને શહેરી/મેટ્રો વિસ્તારો માટે 600 રૂપિયા દંડ છે.
Yes Bank
મિનિમમ બેલેન્સ ચાર્જઃ યસ બેન્કમાં મિનિમમ બેલેન્સ અંગે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.
Axis Bank
બેઝિક સેવિંગ્સ એકાઉન્ટ પર મિનિમમ બેલેન્સ ન રાખવા માટે કોઈ ચાર્જ વસૂલવામાં આવતો નથી. તે જ સમયે, મેટ્રો અને શહેરી વિસ્તારોમાં, દંડ 600થી 50 રૂપિયા, સેબી અર્બનમાં 300થી 50 રૂપિયા અને ગ્રામીણ વિસ્તારોમાં 150 થી 75 રૂપિયાની વચ્ચે છે.