Home Loan prepayment: હોમ લોનની આ જાદુઈ ફોર્મ્યુલા સમજી લો, 30 વર્ષની લોન માત્ર 11 વર્ષમાં જ થઈ જશે પૂરી | Moneycontrol Gujarati
Get App

Home Loan prepayment: હોમ લોનની આ જાદુઈ ફોર્મ્યુલા સમજી લો, 30 વર્ષની લોન માત્ર 11 વર્ષમાં જ થઈ જશે પૂરી

Home Loan prepayment: શું તમે 30 વર્ષની હોમ લોન લીધી છે? તો જાણી લો આ 2 જાદુઈ ફોર્મ્યુલા. આ ટ્રીકથી તમારી લોન માત્ર 10 થી 11 વર્ષમાં જ પૂરી થઈ જશે અને કરોડો રૂપિયાનું વ્યાજ બચશે.

અપડેટેડ 05:26:11 PM Aug 30, 2026 પર
Story continues below Advertisement
શરૂઆતના 15 વર્ષ સુધી આજ સિલસિલો ચાલે છે. એટલે કે તમે માત્ર બેંકનું વ્યાજ જ ભરી રહ્યા છો. આ ગણતરી મુજબ 30 વર્ષના અંતે તમે 1 કરોડની લોન સામે 1.51 કરોડ રૂપિયા તો માત્ર વ્યાજ ચૂકવો છો. એટલે કે બેંકને કુલ 2.51 કરોડ રૂપિયા ચૂકવવા પડે છે.

Home Loan prepayment: દરેક મધ્યમવર્ગીય પરિવારનું સૌથી મોટું સપનું પોતાનું ઘર ખરીદવાનું હોય છે. આ સપનું પૂરું કરવા માટે મોટાભાગના લોકો બેંકમાંથી હોમ લોન લેતા હોય છે. સામાન્ય રીતે લોકો EMI ઓછો આવે તે માટે 30 વર્ષ જેવી લાંબા ગાળાની લોન લેતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે 30 વર્ષની લોનમાં તમારે લીધેલી રકમ કરતા બમણું તો માત્ર વ્યાજ ચૂકવવું પડે છે?

જો તમે થોડું સ્માર્ટ નાણાકીય આયોજન કરો, તો આ 30 વર્ષની લાંબી લોન તમે માત્ર 10 થી 11 વર્ષમાં પૂરી કરી શકો છો. ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ આ જાદુઈ ફોર્મ્યુલા શું છે.

EMI અને વ્યાજની માયાજાળ સમજો

ઘણા લોકોને એવું લાગતું હોય છે કે તેઓ જે EMI ભરે છે તેનાથી તેમની લોનની રકમ ફટાફટ ઓછી થઈ રહી છે, પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. જો તમે 1 કરોડ રૂપિયાની હોમ લોન 30 વર્ષ માટે 7.5%ના વ્યાજ દરે લો છો, તો તમારો માસિક હપ્તો આશરે 69,921 રૂપિયા આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે શરૂઆતના વર્ષોમાં આ 69,921 રૂપિયામાંથી લગભગ 90% રકમ તો માત્ર વ્યાજમાં જ જતી રહે છે. તમારી મૂળ રકમમાંથી તો માત્ર 7,421 રૂપિયા જ કપાય છે.

શરૂઆતના 15 વર્ષ સુધી આજ સિલસિલો ચાલે છે. એટલે કે તમે માત્ર બેંકનું વ્યાજ જ ભરી રહ્યા છો. આ ગણતરી મુજબ 30 વર્ષના અંતે તમે 1 કરોડની લોન સામે 1.51 કરોડ રૂપિયા તો માત્ર વ્યાજ ચૂકવો છો. એટલે કે બેંકને કુલ 2.51 કરોડ રૂપિયા ચૂકવવા પડે છે.


નાની લોનમાં પણ મોટું નુકસાન

એક નાના ઉદાહરણથી સમજીએ. જો તમે માત્ર 1.50 લાખ રૂપિયાની લોન 30 વર્ષ માટે 7.50% ના દરે લો છો, તો તમારો માસિક હપ્તો 1,048.82 રૂપિયા આવશે. પણ 30 વર્ષ પછી જ્યારે તમે હિસાબ કરશો, ત્યારે તમે 2.27 લાખ રૂપિયાથી વધુ તો માત્ર વ્યાજ ચૂકવ્યું હશે! કુલ ચુકવણી 3,77,577.41 રૂપિયા થશે.

હોમ લોન જલ્દી પૂરી કરવાના 2 રામબાણ ઈલાજ

લાખો અને કરોડો રૂપિયાનું વ્યાજ બચાવવા માટે નીચે આપેલા 2 ફોર્મ્યુલામાંથી કોઈ એક અપનાવો:

1. પ્લસ વન ફોર્મ્યુલા (વર્ષે 13 હપ્તા)

આ સૌથી સરળ રીત છે. તમે વર્ષમાં 12 મહિનાના 12 EMI તો ભરો જ છો, પણ વર્ષના અંતે કોઈ બોનસ કે બચતમાંથી 1 વધારાનો EMI બેંકમાં જમા કરાવો. એટલે કે વર્ષે કુલ 13 EMI ચૂકવો. આ વધારાનો 1 હપ્તો સીધો તમારી મૂળ રકમ એટલે કે પ્રિન્સિપલમાંથી માઈનસ થાય છે. આટલું કરવાથી તમારી 30 વર્ષની લોન ઘટીને 23 વર્ષ અને 7 મહિનામાં પૂરી થઈ જશે.

2. દર વર્ષે EMI માં 10% નો વધારો (Step-up EMI)

જેમ દર વર્ષે તમારો પગાર કે આવક વધે છે, તેમ તમારે તમારા લોનના હપ્તામાં પણ 10% નો વધારો કરવો જોઈએ. ઉદાહરણ તરીકે, જો આ વર્ષે તમારો EMI 20,000 રૂપિયા છે, તો આવતા વર્ષે બેંકને કહો કે તમારો હપ્તો 22,000 રૂપિયા કરી દે. જો તમે દર વર્ષે આવું કરશો, તો તમારી 30 વર્ષની લોન માત્ર 11 વર્ષ અને 2 મહિનામાં ક્લોઝ થઈ જશે.

માસ્ટરસ્ટ્રોક: બંને ફોર્મ્યુલાનું મિશ્રણ

જો તમે ખરેખર જલ્દી દેવા મુક્ત થવા માંગો છો, તો આ બંને રીત એકસાથે અપનાવો. એટલે કે, દર વર્ષે 1 વધારાનો હપ્તો પણ ભરો અને સાથે-સાથે દર વર્ષે EMI ની રકમમાં 10% નો વધારો પણ કરો. આ ટ્રીક અપનાવવાથી તમારી 30 વર્ષ લાંબી હોમ લોન માત્ર 10 વર્ષ અને 6 મહિનામાં સંપૂર્ણપણે ચૂકતે થઈ જશે.

આજથી જ તમારા બેંક મેનેજર સાથે વાત કરો અને આમાંથી જે પણ ફોર્મ્યુલા તમને અનુકૂળ આવે તે ચાલુ કરાવો. થોડું એડવાન્સ પ્લાનિંગ તમને લાખો-કરોડો રૂપિયાનું વ્યાજ બચાવી આપશે અને તમે જલ્દીથી તમારા ઘરના સાચા માલિક બની શકશો.

આ પણ વાંચો-NSE IPO: 30,000 કરોડના મેગા ઈશ્યૂ પહેલાં SBIની મોટી જાહેરાત, માર્કેટમાં વેચશે પોતાનો હિસ્સો

MoneyControl News

MoneyControl News

First Published: Aug 30, 2026 5:26 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.