Google Pay સાથે તમારું ક્રેડિટ કાર્ડ કેવી રીતે લિંક કરવું? જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ
અત્યાર સુધી મોટાભાગના લોકો આ એપ્સ સાથે ડેબિટ કાર્ડ જોડતા હતા, પરંતુ હવે Google Pay સહિત ઘણી એપ્સ રૂપે ક્રેડિટ કાર્ડ લિંક કરવાની સુવિધા આપે છે. જો તમારી પાસે રૂપે ક્રેડિટ કાર્ડ છે, તો તમે Google Pay દ્વારા ઑફલાઇન દુકાનો અને ઑનલાઇન પ્લેટફોર્મ પર સુરક્ષિત અને સરળ ચૂકવણી કરી શકો છો.
Google Pay દ્વારા ઑફલાઇન દુકાનો અને ઑનલાઇન પ્લેટફોર્મ પર સુરક્ષિત અને સરળ ચૂકવણી કરી શકો છો.
રૂપે (RuPay) ક્રેડિટ કાર્ડ હવે દેશની મોટાભાગની સરકારી અને ખાનગી બેન્કો જેમ કે SBI, HDFC બેન્ક, ICICI બેન્ક, PNB, એક્સિસ બેન્ક તેમજ અનેક પ્રાદેશિક અને સહકારી બેન્કો દ્વારા ઉપલબ્ધ છે. UPI દ્વારા થતાં લેવડ-દેવડ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યાં છે, જેનું મુખ્ય કારણ તેની સરળ અને ઝડપી ચૂકવણી પ્રોસેસ છે. Google Pay, PhonePe અને Paytm જેવી એપ્સે ડિજિટલ પેમેન્ટને વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. અત્યાર સુધી મોટાભાગના લોકો આ એપ્સ સાથે ડેબિટ કાર્ડ જોડતા હતા, પરંતુ હવે Google Pay સહિત ઘણી એપ્સ રૂપે ક્રેડિટ કાર્ડ લિંક કરવાની સુવિધા આપે છે. જો તમારી પાસે રૂપે ક્રેડિટ કાર્ડ છે, તો તમે Google Pay દ્વારા ઑફલાઇન દુકાનો અને ઑનલાઇન પ્લેટફોર્મ પર સુરક્ષિત અને સરળ ચૂકવણી કરી શકો છો.
Google Pay સાથે રૂપે ક્રેડિટ કાર્ડ લિંક કરવાની પ્રોસેસ
UPI લેવડ-દેવડ માટે રૂપે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ શરૂ કરવા માટે સૌપ્રથમ તમારે તમારી ઑફિશિયલ Gmail ID દ્વારા Google Pay પર રજિસ્ટર કરવું પડશે. ત્યારબાદ નીચે આપેલાં સ્ટેપ્સ ફોલો કરો:
-તમારા મોબાઇલ ડિવાઇસ પર Google Pay એપ ખોલો.
-તમારી પ્રોફાઇલ ફોટો પર ક્લિક કરો અને 'Payment Methods' વિકલ્પ પસંદ કરો.
-તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલેલા OTPનો ઉપયોગ કરીને કાર્ડને ઓથેન્ટિકેટ કરો.
-સુરક્ષિત લેવડ-દેવડ માટે UPI પિન સેટ કરો અથવા તેની પુષ્ટિ કરો.
-એકવાર આ પ્રોસેસ પૂર્ણ થઈ જાય, પછી તમે QR કોડ, UPI ID અથવા મર્ચન્ટ હેન્ડલ દ્વારા UPI ચૂકવણી કરવા માટે પાત્ર બનશો.
ચાર્જ શું ચૂકવવું પડશે?
બેન્ક ખાતા સાથે જોડાયેલા UPI લેવડ-દેવડ નિઃશુલ્ક હોય છે. જોકે, Google Payએ રૂપે સહિત ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા બિલ ચૂકવણી પર સુવિધા શુલ્ક લેવાનું શરૂ કર્યું છે. માર્ચ 2025માં ભારતમાં UPI દ્વારા લેવડ-દેવડ 24.77 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચ્યું, જે ફેબ્રુઆરીની સરખામણીએ 12.7%નો વધારો દર્શાવે છે. આ ઉપરાંત, ગત વર્ષની સરખામણીએ આ આંકડો કુલ મૂલ્યમાં 25% અને વોલ્યુમમાં 35%નો વધારો દર્શાવે છે.
શા માટે રૂપે ક્રેડિટ કાર્ડ?
રૂપે ક્રેડિટ કાર્ડની ઉપલબ્ધતા અને Google Pay જેવી એપ્સ સાથે તેની લિંકિંગ સુવિધાએ ડિજિટલ ચૂકવણીને વધુ અનુકૂળ બનાવી છે. આનાથી ગ્રાહકો ઑફલાઇન અને ઑનલાઇન બંને પ્રકારની ખરીદી માટે સરળતાથી ચૂકવણી કરી શકે છે. જો તમે હજુ સુધી તમારું રૂપે ક્રેડિટ કાર્ડ Google Pay સાથે જોડ્યું નથી, તો ઉપરના સ્ટેપ્સ ફોલો કરીને તમે તેને સરળતાથી લિંક કરી શકો છો.