વાહન પર HSRP સ્ટીકર નહીં હોય તો ભરવો પડશે 5000 રૂપિયાનો દંડ! જાણો શું છે આ સ્ટીકર અને તેને કેવી રીતે મેળવશો
HSRP એટલે હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ સ્ટીકર, જે એક હોલોગ્રામ બેઝ્ડ કલર-કોડેડ સ્ટીકર છે. આ સ્ટીકર વાહનના વિન્ડશિલ્ડ પર લગાવવામાં આવે છે. આ ફરજિયાત સ્ટીકરનો હેતુ વાહનના ફ્યુઅલ ટાઈપ (પેટ્રોલ, ડીઝલ, CNG કે ઇલેક્ટ્રિક)ને ઓળખવાનો છે.
HSRP એટલે હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ સ્ટીકર, જે એક હોલોગ્રામ બેઝ્ડ કલર-કોડેડ સ્ટીકર છે.
જો તમારા વાહન પર HSRP (High Security Registration Plate) સ્ટીકર નથી, તો તૈયાર રહો, કારણ કે તમને 2000થી 5000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે! સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, દિલ્હી-એનસીઆરમાં આ સ્ટીકર ફરજિયાત છે, અને હવે દેશભરમાં તેનું પાલન કડક રીતે કરવામાં આવશે. આ સ્ટીકર વિના PUC સર્ટિફિકેટ, રજિસ્ટ્રેશન ટ્રાન્સફર, ડુપ્લિકેટ RC કે હાયપોથેકેશન જેવી સર્વિસ મળશે નહીં. ચાલો, આ HSRP સ્ટીકર વિશે ડિટેલમાં જાણીએ અને સમજીએ કે તેને ઘરે બેઠા કેવી રીતે મેળવી શકાય.
HSRP સ્ટીકર શું છે?
HSRP એટલે હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ સ્ટીકર, જે એક હોલોગ્રામ બેઝ્ડ કલર-કોડેડ સ્ટીકર છે. આ સ્ટીકર વાહનના વિન્ડશિલ્ડ પર લગાવવામાં આવે છે. આ ફરજિયાત સ્ટીકરનો હેતુ વાહનના ફ્યુઅલ ટાઈપ (પેટ્રોલ, ડીઝલ, CNG કે ઇલેક્ટ્રિક)ને ઓળખવાનો છે. સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ ઘટાડવા માટે દિલ્હી-એનસીઆરમાં આ સ્ટીકર ફરજિયાત કર્યું છે, અને નિયમનું પાલન ન કરનારને 5000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. ભવિષ્યમાં આ નિયમ દેશભરમાં લાગુ થઈ શકે છે.
કયા વાહન માટે કયો કલર?
HSRP સ્ટીકર વાહનના ફ્યુઅલ પ્રમાણે અલગ-અલગ રંગોમાં આવે છે:
પેટ્રોલ/CNG વાહનો: બ્લૂ સ્ટીકર
ડીઝલ વાહનો: ઓરેન્જ સ્ટીકર
ઇલેક્ટ્રિક વાહનો: ગ્રીન સ્ટીકર
અન્ય વાહનો: ગ્રે સ્ટીકર
આ કલર-કોડેડ સ્ટીકર્સ ટ્રાફિક પોલીસને વાહનના ફ્યુઅલ ટાઈપ અને પ્રદૂષણ સ્તરને ઓળખવામાં મદદ કરે છે, જેનાથી જૂના અને વધુ પ્રદૂષણ ફેલાવતા વાહનો પર નજર રાખી શકાય.
પેમેન્ટ: ઓનલાઈન પેમેન્ટ કરો. ઘરે ડિલિવરીનો ઓપ્શન પણ ઉપલબ્ધ છે.
સ્ટીકર લગાવો: નિર્ધારિત તારીખે ફિટિંગ સેન્ટર પર જઈને સ્ટીકર લગાવો.
દંડથી બચવા શું કરશો?
જો તમે દિલ્હી-એનસીઆરમાં રહો છો, તો HSRP સ્ટીકર વિના વાહન ચલાવવાથી 5000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આથી, શક્ય તેટલી વહેલી તકે સ્ટીકર લગાવી લો. દેશના અન્ય રાજ્યોમાં પણ આ નિયમ ટૂંક સમયમાં લાગુ થઈ શકે છે, તેથી હવે જ તૈયારી કરી લો.
શા માટે છે આટલું મહત્વનું?
સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે, આ સ્ટીકર પ્રદૂષણ નિયંત્રણ અને વાહન સિક્યોરિટી માટે અત્યંત જરૂરી છે. ખાસ કરીને દિલ્હી-એનસીઆર જેવા પ્રદૂષણથી પીડાતા વિસ્તારોમાં આ નિયમનું પાલન કરવું ફરજિયાત છે.