પ્રાઇવેટ સેક્ટરની દિગ્ગજ બેન્કે FD પર વધાર્યું વ્યાજ, જાણો કેટલા સમયના રોકાણ પર કેટલું ઇન્ટરસ્ટ
Bulk FD Rates: દેશની બીજી સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટરની બેન્ક ICICI એ બલ્ક FD પર વ્યાજ વધાર્યું છે. બેન્કે FD પર રૂ. 2 કરોડથી વધારીને રૂ. 5 કરોડ કરી દીધી છે. આ નવા દરો આજથી 22 માર્ચ, 2023થી અમલમાં આવી ગયા છે. બેન્ક 7 દિવસથી 10 વર્ષ સુધીની FD પર 4.75% થી 6.75% સુધી વ્યાજ ચૂકવે છે.
Bulk FD Rates: દેશની બીજી સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટરની બેન્ક ICICI એ બલ્ક FD પર વ્યાજ વધાર્યું છે. બેન્કે FD પર રૂપિયા 2 કરોડથી વધારીને રૂપિયા 5 કરોડ કરી દીધી છે. આ નવા દરો 22 માર્ચ, 2023થી અમલમાં આવી ગયા છે. બેન્ક 7 દિવસથી 10 વર્ષ સુધીની એફડી પર 4.75 ટકાથી 6.75 ટકા સુધીનું વ્યાજ ચૂકવે છે. બેન્ક 15 મહિનાની FD પર સૌથી વધુ 7.25 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. બેન્કે બલ્ક એફડી પર 0.25 ટકાનો વધારો કર્યો છે. આ વધારો તમામ એફડી પર થયો નથી. ચાલો જાણીએ લેટેસ્ટ રેટ..
ICICI બેન્કની બલ્ક FD પર વ્યાજ દર..
7 દિવસથી 14 દિવસ: સામાન્ય લોકો માટે - 4.75 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 4.75 ટકા
15 દિવસથી 29 દિવસ: સામાન્ય લોકો માટે - 4.75 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 4.75 ટકા
30 દિવસથી 45 દિવસ: સામાન્ય લોકો માટે - 5.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 5.50 ટકા
46 દિવસથી 60 દિવસ: સામાન્ય લોકો માટે - 5.75 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 5.75 ટકા
61 દિવસથી 90 દિવસ: સામાન્ય લોકો માટે - 6 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 6 ટકા
91 દિવસથી 120 દિવસ: સામાન્ય લોકો માટે - 6.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 6.50 ટકા
121 દિવસથી 150 દિવસ: સામાન્ય લોકો માટે - 6.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 6.50 ટકા
151 દિવસથી 184 દિવસ: સામાન્ય લોકો માટે - 6.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 6.50 ટકા
બેન્કે બલ્ક FD પર વ્યાજ વધાર્યું
211 દિવસથી 270 દિવસ: સામાન્ય લોકો માટે - 6.65 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 6.65 ટકા
271 દિવસથી 289 દિવસ: સામાન્ય લોકો માટે - 6.75 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 6.75 ટકા
1 વર્ષથી 389 દિવસ: સામાન્ય લોકો માટે - 7.25 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 7.25 ટકા
390 દિવસથી 15 મહિનાથી ઓછા: સામાન્ય લોકો માટે - 7.25 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 7.25 ટકા
15 મહિનાથી 18 મહિનાથી ઓછા: સામાન્ય લોકો માટે - 7.15 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 7.15 ટકા
2 વર્ષ 1 દિવસથી 3 વર્ષ: સામાન્ય લોકો માટે - 7.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 7.00 ટકા
3 વર્ષ 1 દિવસથી 5 વર્ષ: સામાન્ય લોકો માટે - 6.75 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 6.75 ટકા