jio recharge plan: જિયોએ તાજેતરમાં જિયો હોટસ્ટાર સાથેના અનેક પ્લાન લોન્ચ કર્યા છે. કંપનીએ IPL એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝનમાં 100 રૂપિયાની કિંમતે એક નવો સસ્તો રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે, જેમાં યુઝર્સને 90 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાન 299, 349, 899 અને 999 રૂપિયાના પ્લાનની જેમ યુઝર્સને ત્રણ મહિના માટે મફત જિયો હોટસ્ટાર સબ્સ્ક્રિપ્શન આપે છે. રિલાયન્સ જિયોના OTT પ્લેટફોર્મ પર જ તમે IPLની તમામ મેચનો આનંદ માણી શકો છો. જો તમે ઓછા ખર્ચમાં IPL ઉપરાંત જિયો હોટસ્ટારના શો, વેબ સિરીઝ અને મૂવીઝનો આનંદ લેવા માંગો છો, તો આ પ્લાન તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.
જિયોનો 100 રૂપિયાનો પ્લાન
આ ઉપરાંત, જો યુઝરે મંથલિ પ્લાન લીધો હોય, તો તેમણે પેક સમાપ્ત થવાના 48 કલાક પહેલાં રિચાર્જ કરાવવું પડશે. ત્યારબાદ જ તેઓ બીજા અને ત્રીજા મહિનામાં જિયો હોટસ્ટારના સક્રિય સબ્સ્ક્રિપ્શનનો લાભ મેળવી શકશે.
જિયો હોટસ્ટાર સાથેના અન્ય પ્લાન
આ પ્લાન ઉપરાંત જિયોના 299, 349, 899 અને 999 રૂપિયાના રિચાર્જ પ્લાન સાથે પણ 90 દિવસ સુધી જિયો હોટસ્ટારનું મફત સબ્સ્ક્રિપ્શન ઓફર કરવામાં આવે છે. કંપનીની વેબસાઇટ અનુસાર, 299 અને 349 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને 28 દિવસની વેલિડિટી મળશે. આમાં અનલિમિટેડ કોલિંગ સાથે અનુક્રમે દરરોજ 1.5GB અને 2GB ડેટા તેમજ 100 મફત SMSનો લાભ મળશે. 349 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ 5G ડેટા પણ ઓફર કરવામાં આવે છે.
જિયોના 899 અને 999 રૂપિયાના પ્લાનમાં અનુક્રમે 90 અને 98 દિવસની વેલિડિટી મળે છે. આમાં પણ યુઝર્સને અનલિમિટેડ કોલિંગ સાથે દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટાનો લાભ મળશે. 899 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને 20GB વધારાનો ડેટા ઓફર કરવામાં આવે છે. આ બંને પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ 5G ડેટા પણ મળે છે.