ભારતીય ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સેક્ટર એટલે કે આઇટી સેક્ટરમાં નોકરી શોધનારાઓ માટે સારા સમાચાર છે. આ વર્ષે આઈટી સેક્ટરમાં નોકરીઓમાં ઘટાડા બાદ નવા વર્ષમાં ભવિષ્ય સારું દેખાઈ રહ્યું છે. વિશિષ્ટ સ્કીલ્સ, ખાસ કરીને AI અને ડેટા સાયન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું, આ સેક્ટરમાં પરિવર્તનની નિશાની છે. ભારતમાં વર્ષ 2024માં IT સેક્ટરમાં ભરતીમાં ઘટાડો જોવા મળ્યો હતો. હવે 2025ની સંભાવનાઓ આશાસ્પદ દેખાઈ રહી છે. આર્થિક સ્થિતિ અને ટેક્નોલોજીના વિકાસથી જોબ માર્કેટમાં સુધારો થવાની અપેક્ષા છે. Adecco Indiaના કન્ટ્રી મેનેજર સુનિલ ચેમ્મનકોટિલે જણાવ્યું હતું કે, "જ્યારે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCCs) દ્વારા ભરતીમાં વધારો કરવામાં આવ્યો હતો, જેણે ટેક્નોલોજી પ્રોફેશનલ્સ માટે 52.6 ટકા નોકરીઓ પેદા કરી હતી, તેઓ IT સર્વિસ સેક્ટરમાં થયેલા મોટા ઘટાડા માટે સંપૂર્ણપણે ભરપાઈ કરી શક્યા નથી.