LIC New Plan: LIC એ લોન્ચ કર્યા 2 ધાંસૂ પ્લાન! ગેરંટીડ ઇન્કમ સાથે મળશે 24 લાખ રૂપિયાનું ટર્મ કવર, જાણો ફાયદા
LIC New Plan 2026: LIC એ તેના 70મા સ્થાપના દિવસે ‘વીમા પ્લેટિનમ' અને 'જીવન રક્ષા' નામના 2 નવા પ્લાન લોન્ચ કર્યા છે. જેમાં શેરબજારના જોખમ વિના ગેરંટીડ ઇન્કમ અને 24 લાખ સુધીનું કવર મળશે. જાણો 7 સપ્ટેમ્બરથી આ પ્લાન કેવી રીતે ખરીદશો.
જો તમને શેરબજારના ઉતાર-ચઢાવનો ડર લાગતો હોય, તો આ બંને યોજનાઓ તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે.
LIC New Plan 2026: દેશની સૌથી મોટી અને ભરોસાપાત્ર વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ તેના 70મા સ્થાપના દિવસના ખાસ અવસર પર 1 સપ્ટેમ્બર 2026ના રોજ ગ્રાહકો માટે બે શાનદાર પોલિસી લોન્ચ કરી છે. આ નવી પોલિસીના નામ ‘વીમા પ્લેટિનમ' અને 'જીવન રક્ષા' છે.
જો તમને શેરબજારના ઉતાર-ચઢાવનો ડર લાગતો હોય, તો આ બંને યોજનાઓ તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. કારણ કે, આ બંને પ્લાન નોન-લિંક્ડ અને નોન-પાર્ટિસિપેટિંગ છે. એટલે કે આમાં બજારનું કોઈ જોખમ નથી, કંપનીના નફા-નુકસાન કે બોનસની કોઈ ઝંઝટ નથી અને મળતું રિટર્ન પહેલા દિવસથી જ એકદમ ફિક્સ હોય છે.
ગ્રાહકો આ બંને પ્લાન 7 સપ્ટેમ્બર 2026થી ઓનલાઈન અને ઓફલાઈન એજન્ટ અથવા બ્રાન્ચ મારફતે ખરીદી શકશે. તો ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ આ બંને પ્લાનના ફીચર્સ અને ફાયદા.
LICની જીવન રક્ષા યોજના એ એક પ્યોર-રિસ્ક પ્લાન (ટર્મ ઇન્શ્યોરન્સ) છે. આ પ્લાન ખાસ એવા લોકો માટે બનાવાયો છે જેઓ બહુ ઓછા પ્રીમિયમમાં પોતાના પરિવારનું ભવિષ્ય આર્થિક રીતે સુરક્ષિત કરવા માંગે છે.
ફિક્સ ડેથ બેનિફિટ: જો પોલિસી ચાલુ હોય અને પોલિસીધારકનું અકાળે મૃત્યુ થાય, તો તેના નોમિનીને પહેલેથી નક્કી કરેલી રકમ (ડેથ બેનિફિટ) મળી જાય છે. નોંધ કરો કે આમાં કોઈ મેચ્યોરિટી કે બોનસનો લાભ મળતો નથી.
પ્રીમિયમની સગવડ: તમે એકસાથે (સિંગલ પ્રીમિયમ), દર વર્ષે (રેગ્યુલર) અથવા તો અમુક નક્કી કરેલા વર્ષો માટે (લિમિટેડ પ્રીમિયમ) પૈસા ભરી શકો છો.
કવરની રકમ: આ પ્લાન હેઠળ તમે ઓછામાં ઓછો 5 લાખ અને વધુમાં વધુ 24 લાખ રૂપિયા સુધીનો સમ એશ્યોર્ડ લઈ શકો છો.
કોણ લઈ શકે?: 18 વર્ષથી 45 વર્ષની ઉંમરની કોઈપણ વ્યક્તિ આ પ્લાન લઈ શકે છે. પોલિસીની વધુમાં વધુ મેચ્યોરિટી ઉંમર 60 વર્ષ રાખવામાં આવી છે.
મહિલાઓ માટે ખાસ ફાયદો: LIC એ આ પ્લાનમાં મહિલાઓ માટે પ્રીમિયમમાં વિશેષ છૂટ આપી છે. આ ઉપરાંત મોટો સમ એશ્યોર્ડ લેનારને પણ રિબેટ (ડિસ્કાઉન્ટ) મળશે.
તમારે કયો પ્લાન લેવો જોઈએ?
આ બંને પ્લાન અલગ-અલગ જરૂરિયાતો માટે છે. જો તમે શેરબજારથી દૂર રહીને સુરક્ષિત રોકાણ અને ફિક્સ વાર્ષિક આવક ઈચ્છતા હોવ, તો તમારે 'વીમા પ્લેટિનમ' લેવો જોઈએ. પરંતુ, જો તમે નાની ઉંમરે માત્ર તમારા પરિવારની સુરક્ષા માટે મોટું ફંડ ઊભું કરવા માંગતા હોવ (જેમાં મેચ્યોરિટીની અપેક્ષા ન હોય), તો 'જીવન રક્ષા' પ્લાન તમારા માટે એકદમ સચોટ છે.
મહત્વની ટિપ: કોઈપણ પોલિસીમાં રોકાણ કરતા પહેલા તમારા ટેક્સ સ્લેબ, પ્રીમિયમની રકમ અને અન્ય નાની બચત યોજનાઓ કે મ્યુચ્યુઅલ ફંડના રિટર્ન સાથે તેની સરખામણી ચોક્કસ કરી લેવી.
(ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. કોઈપણ નાણાકીય રોકાણ કરતા પહેલા હંમેશા તમારા સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી હિતાવહ છે.)