LIC Policy Revival: ભારતીય લાઈફ ઈશ્યોરેન્સ કૉરપોરેશન (Life Insurance Corporation) દેશની સૌથી મોટી અને સૌથી જૂની વીમા કંપની છે. તેના દેશભરમાં કરોડો પૉલિસી હોલ્ડર છે. ઘણી વખત લોકો પૉલિસી તો ખરીદે છે, પરંતુ કોઈ કારણસર તેનું પ્રીમિયમ નથી ચૂકવી શકતા. સમયથી પ્રીમિયમ ન ચૂકવા પર તે પૉલિસી લેપ્સ (LIC Lapsed Policy) થઈ જાય છે. આવા પ્રકારની પૉલિસીનું રિવાઈવાલ માટે એલઆઈસી સમય-સમય પર ઘણા પ્રાકારના સ્પેશલ કેમ્પેન ચલાવી રહી છે.
એલઆઈસીએ 1 થી 30 સપ્ટેમ્બર, 2023 ની વચ્ચે લપ્સ પૉલિસીને ફરીથી શરૂ કરવા માટે એક સ્પેશલ કેમ્પેન ચલાવ્યો છે. અમે તમને આ વિશે જણાવી રહ્યા છીએ. જો તમારી કોઈ જૂની પૉલિસી સમયસર પ્રીમિયમ ન ભરવાને કારણે લેપ્સ થઈ ગઈ હોય, તો તમે આ કેમ્પેનમાં લેપ્સ પૉલિસીમાં અમુક રકમ જમા કરીને ફરીથી એક્ટિવેટ કરાવી શકો છો.
ભારતીય લાઈફ ઈશ્યોરેન્સ કૉરપોરેશનના નિયમો અનુસાર જો કોઈ પૉલિસી હોલ્ડરની પૉલિસી પ્રીમિયમની ચુકવણી ન કરવાને કારણે લેપ્સ થઈ ગઈ હોય, તો આવી સ્થિતિમાં તેની પૉલિસીને ફરીથી શરૂ કરવા માટે તમારે બાકી પ્રીમિયમની સાથે થોડો દંડ પણ ચૂકવવો પડશે. બાકી પ્રીમિયમ ચૂકવ્યા પછી પૉલિસી ફરીથી ચાલૂ કરવામાં આવશે. આ પછી જ તમે તેનાથી સંબંધિત બાકીના લાભ મેળવી શકશો.
લેપ્સ પૉલિસીને ફરીતી ચાલૂ કરવાની પ્રક્રિયા
જો તમારી પણ કોઈ એલઆઈસી પૉલિસી બંધ થઈ ગઈ છે અને તમે તેને ફરીથી શરૂ કરવા માંગો છો તો તેના માટે તમે એલઆઈસીનો સંપર્ક કરો. આ માટે તમે એલઆઈસીના કસ્ટમર કેર, ઈમેલ દ્વારા સંપર્ક કરી શકો છો. રિવાઇવલ માટે તમે સૌથી પહેલા એલઆઈસીની બ્રાન્ચ પર જાઈને રિવાઇવલ ફૉર્મ સબમિટ કરો. આ સાથે લેટ પ્રીમિયમ અને દંડની સાથે પેમેન્ટ કરવી તમારી પૉલિસીને રિવાઈવલ કરી લો.