ITR filed by women: એક અહેવાલ પ્રમાણે મહારાષ્ટ્રની મહિલાઓ રાજ્યો પ્રમાણે રિટર્ન ભરવામાં આગળ હતી. મહારાષ્ટ્રની 36.8 લાખ મહિલાઓએ નાણાકીય વર્ષ 2023-24 માટે આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું છે. ગુજરાત બીજા ક્રમે રહ્યું હતું. અહીંથી 22.5 લાખ મહિલાઓ દ્વારા ITR ફાઈલ કરવામાં આવી હતી. ત્રીજા સ્થાને ઉત્તર પ્રદેશ છે જ્યાંથી 20.4 લાખ મહિલાઓએ ITR ફાઇલ કર્યું છે.
કર્ણાટક બીજા સ્થાને રહ્યું. નાણાકીય વર્ષ 2023-24 માટે અહીંથી 14.3 લાખ મહિલાઓએ રિટર્ન ફાઈલ કર્યું છે. આ આંકડો 5 વર્ષ પહેલા એટલે કે 2019-20ના 11.3 લાખ કરતા 26 ટકા વધુ છે.
વર્તમાન ડેટા અનુસાર, 5 વર્ષમાં રિટર્ન ફાઇલિંગમાં સૌથી વધુ વધારો તેલંગાણાની મહિલાઓમાં જોવા મળ્યો હતો. 5 વર્ષમાં તેમાં 39%નો વધારો થયો છે.
દિલ્હીની મહિલાઓ રિટર્ન ભરવામાં ઘણી પાછળ રહી ગઈ છે. મૂલ્યાંકન વર્ષ 2023-24 માટે, દેશની રાજધાનીમાંથી 12.08 લાખ મહિલાઓએ ITR ફાઈલ કર્યું હતું. છેલ્લા 5 વર્ષમાં રિટર્ન ભરવામાં દિલ્હીની મહિલાઓની ભાગીદારી માત્ર 11 ટકા વધી છે.